Site icon

Surya Namaskar Maha Abhiyan: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવા નવતર અભિગમ : સૂર્ય નમસ્કાર મહા અભિયાન

Surya Namaskar Maha Abhiyan: સમગ્ર રાજ્ય સહિત સુરત મહાનગરપાલિકાકક્ષાએ વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન. સૂર્ય નમસ્કારની સ્પર્ધાના આયોજન અર્થે મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને મુગલીસરા ખાતે બેઠક યોજાઈ. સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન લીંકઃ https://snc.gsyb.in રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦, દ્રિતીયને રૂા.૧,૭૫,૦૦૦ અને તૃતિય વિજેતાને રૂા. ૧ લાખ રોકડ પુરષ્કાર અપાશે : તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ અપાશે. તા.૧-જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર ખાતે નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન

A new approach to make citizens healthy through yoga practice in the state Surya Namaskar Maha Abhiyan

A new approach to make citizens healthy through yoga practice in the state Surya Namaskar Maha Abhiyan

News Continuous Bureau | Mumbai

Surya Namaskar Maha Abhiyan: રાજ્યમાં યોગાભ્યાસ ( Yoga practice ) થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ( Gujarat State Yoga Board ) માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત આજે તા.૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું ( Surya Namaskar competition ) આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે સુરત ( Surat )  મહાનગરપાલિકા વિસ્તારમાં પણ વોર્ડ તથા ઝોનકક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેના આયોજન અર્થે મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને મુગલીસરા ખાતે બેઠક યોજાઈ હતી. 

Join Our WhatsApp Community

           કમિશનરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાકક્ષાએ વધુમાં વધુ લોકો સૂર્ય નમસ્કાર  સ્પર્ધામાં જોડાઈ તે માટે વોર્ડ શાળા-કોલેજો, યુનિવર્સિટી, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ ઈન્ડસ્ટ્રીઝો, ફોસ્ટા સહિત યોગ બોર્ડ, સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાય તે માટેનું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. 

           મહાનગરપાલિકાકક્ષાએ સ્પર્ધામાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લીંકઃ https://snc.gsyb.in

પરથી તા.૦૬ થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. તા.૧૯ ડિસેમ્બરના રોજ વોર્ડકક્ષાએ, તા.૨૩મીએ ઝોન કક્ષાએ તથા તા.૨૬મીએ મહાનગરપાલિકા કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. જયારે તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ રાજયકક્ષાએ સ્પર્ધા યોજાશે. 

             સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧, તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Bullet Train : અદભુત સૌંદર્ય, ગજબની કારીગરી! અમદાવાદમાં તૈયાર થયું દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન..જુઓ વિડિયો..  

          રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.

            સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧-જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version