Site icon

શું અહેમદ પટેલની જગ્યા લેશે દિગ્વિજય સિંહ !? જાણો આ રેસમાં બીજા કયા કોંગ્રેસી નેતા છે દાવેદાર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 નવેમ્બર 2020 

અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં ખાલી જગ્યા ભરવા દાવેદાર ગણાઈ રહયાં છે. મધ્યપ્રદેશના બે પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ અને કમલનાથ. કોંગ્રેસના કરોડરજ્જુ અહેમદ પટેલની જગ્યા ભરવી સહેલી નથી. પરંતુ કોઈને તો આ જવાબદારી આપવી પડશે. આવનારા દિવસોમાં સૌથી મોટી ચૂંટણી પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમા થવાની છે, આવી સ્થિતિમાં સોનિયા ગાંધીએ ટૂંક સમયમાં નવા ખજાનચી અને તેના સલાહકારની નિમણૂક કરવાની રહેશે. 

 

ખજાનચી પદના કેટલાક નામો ચર્ચામાં છે. હાલમાં, તમામ નેતાઓને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો પાર્ટી પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં દિગ્વિજય સિંહ અને કમલનાથને નવી જવાબદારીઓ આપી શકાય છે. 

 મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કોંગ્રેસના ચાણક્ય બની શકે છે. તેમને ઊંડો રાજકીય અનુભવ છે. જો તેને ફ્રી હેન્ડ આપવામાં આવે અને પૂર્ણ-સમય સલાહકાર બનાવવામાં આવે, તો તે કોંગ્રેસને પુન:સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.  

જ્યારે પાર્ટીના પ્રમુખ પછી કોંગ્રેસ સંગઠનમાં ખજાનચી સૌથી મહત્વપૂર્ણ પદ છે. કમલનાથના વ્યાપારિક સંબંધો વિદેશી દેશોમાં પણ છે. આથી ખજાનચીની જવાબદારી તેમને સોંપવી પક્ષ માટે સૌથી યોગ્ય રહેશે. એમ હાલ કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું છે.

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version