Site icon

Patanjali : પતંજલિ પર ફરી એક્શન, ઈન્દોરમાં પતંજલિ બિસ્કિટ પેકેટમાં 53 ગ્રામ ઓછું મળ્યું બાદ સવા લાખ રુપિયાનો દંડ ફટકાર્યો..

Patanjali : તોલ- માપ નિયંત્રણ વિભાગે આ બિસ્કીટના પેકેટની વધુ તપાસ કરી હતી. આ તપાસ બાદ, 800 ગ્રામનું પ્રિન્ટેડ વજન ધરાવતા પેકેટ વજન ખરેખર 746.70 ગ્રામ હતું. પેકેટના વજનમાં 53 ગ્રામનો ઘટાડો થયો હતો. તે 53 ગ્રામની સરેરાશ કિંમત રૂ.7 હતી.

Action again on Patanjali, after finding 53 grams less in Patanjali biscuit packet in Indore, a fine of 1.5 lakh rupees was imposed

Action again on Patanjali, after finding 53 grams less in Patanjali biscuit packet in Indore, a fine of 1.5 lakh rupees was imposed

 News Continuous Bureau | Mumbai 

Patanjali : પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ અને યોગ ગુરુ બાબા રામદેવે થોડા દિવસો પહેલા ભ્રામક જાહેરાતો બદલ સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી હતી. આમ ફરી એકવાર બાબા રામદેવને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. બાબા રામદેવની પતંજલિ કંપની સામે તોલ- માપ નિયંત્રણ વિભાગે કાર્યવાહી કરી હોવાની માહિતી બહાર આવી રહી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, તોલ- માપ નિયંત્રણ વિભાગે ( Weight-Measure Control Department ) યોગગુરુ બાબા રામદેવની પતંજલિ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કેસમાં કંપનીને આશરે રૂ. સવા લાખ દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈન્દોરના ( Indore ) ડી-માર્ટમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.

  Patanjali : પેકેટનું વજન ઓછુ હોવાની શંકાના આધારે ફરિયાદ..

નવેમ્બર 2023માં મહેન્દ્ર જાટે કેનેડા સ્થિત ડી-માર્ટ કંપની પાસેથી પતંજલિ બિસ્કિટનું ( Patanjali Biscuit ) 800 ગ્રામનું પેકેટ ખરીદ્યું હતું. તેના બદલામાં 125 રૂપિયા આપ્યા. જ્યારે પેકેટનું વજન ઘટ્યું હોવાની શંકા જતા, મહેન્દ્રએ જાગૃત ગ્રાહક સમિતિને આ બાબતની જાણ કરી. સમિતિએ આ અંગે તોલ અને માપ વિભાગને ફરિયાદ કરી હતી. તપાસમાં પેકેટનું વજન 746.70 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. પેકેટમાં 53 ગ્રામ ઓછા બિસ્કિટ હતા, જેની કિંમત સાત રૂપિયા હતી. પરિણામે વિભાગે પતંજલિ અને ડી-માર્ટને નોટિસ પાઠવી હતી. ત્યાર બાદ તેણે કબૂલ્યું કે તેનું વજન ઓછું છે. તેથી, વિભાગે પતંજલિ કંપની પર 1. 20 લાખ રૂપિયા અને ડીમાર્ટ પર 20 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Rupee All-Time Low: વૈશ્વિક યુદ્ધના મંડાણ વચ્ચે ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો. જાણો આજનો ભાવ.

પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ અને યોગ ગુરુ બાબા રામદેવે ( Baba Ramdev ) ભ્રામક જાહેરાતો બદલ સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી છે. આ ઉપરાંત, બાબા રામદેવ અને બાલકૃષ્ણએ તેમની ભૂલ માટે ખેદ વ્યક્ત કરતું સોગંદનામું લીધું હતું અને ખાતરી આપી હતી કે તે ફરીથી નહીં થાય. જેમાં હવે ફરિ તેમની મુશ્કેલી વધી છે.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version