Site icon

તિરૂપતિ મંદિર ફરી એકવાર વિવાદમાં- જાણીતી એક્ટ્રેસે લગાડ્યો દર્શન બદલ લાંચનો આરોપ- મંદિરથી વિડિયો વાયરલ

News Continuous Bureau | Mumbai

હિન્દી(Hindi) અને તેલુગુ સિનેમા(Telugu Cinema)માં અભિનયની છાપ છોડીને રાજકારણમાં પ્રવેશેલી અર્ચના ગૌતમ(Archna Gautam)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અર્ચના રડતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે તિરુપતિ બાલાજી મંદિર(Tirupati Balaji)ના પ્રશાસનની ફરિયાદ કરી રહી છે અને તેમના પર ગંભીર આરોપ લગાવી રહી છે. આખરે એવું તો શું થયું કે અર્ચનાએ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો પડ્યો? આવો જાણીએ સમગ્ર મામલો…

Join Our WhatsApp Community

 

અર્ચના ગૌતમે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મંદિર પ્રબંધન સામે ફરિયાદ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમની સાથે ઘણી ઝપાઝપી થઈ રહી છે. વીડિયોમાં અર્ચના રડતી અને મંદિર પ્રબંધનને કહેતી જોવા મળે છે કે, 'ભગવાન તમને સજા કરશે.' અર્ચનાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે મંદિરમાં દર્શન કરવા પહોંચી તો તેની પાસે રસીદ હોવા છતાં તેને ટિકિટ આપવામાં આવી ન હતી. આ સાથે તેની પાસેથી વીઆઈપી દર્શનના નામે 10 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : રંગે ચંગે ગૌરી ગણપતિએ લીધી વિદાય- મહારાષ્ટ્રના આ શહેરમાં વિસર્જન માટે ગયેલા ગણેશ ભક્તો પર મધમાખીઓ વિફરી- કરી દીધો હુમલો

આ વીડિયો સાથે અર્ચનાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'ભારત(India)ના હિંદુ ધાર્મિક સ્થળો લૂંટનો અડ્ડો બની ગયા છે. તિરુપતિ બાલાજી(Tirupati Balaji Temple)માં ધર્મના નામે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારા TTDના કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. હું આંધ્ર સરકાર(Andra Pradesh Govt)ને વિનંતી કરું છું. VIP દર્શનના નામે એક વ્યક્તિ પાસેથી 10500 લેવામાં આવે છે. તેને લૂંટવાનું બંધ કરો.'

આપને જણાવી દઈએ કે અર્ચના ગૌતમે વર્ષ 2015માં પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તેની પ્રથમ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' હતી. આ સિવાય તે 'હસીના પારકર', 'બારાત કંપની', 'જંક્શન વારાણસી'માં જોવા મળી છે. તેણે તમિલ-તેલુગુ સિનેમામાં પણ કામ કર્યું છે. અર્ચનાએ 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં હસ્તિનાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે તેમને માત્ર 1519 વોટ મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખના માટે મોટી મુસીબત આવી- ગેરકાયદે સ્ટુડિયો સંદર્ભે બીએમસી એ આ મોટું પગલું લીધું

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version