Site icon News Continuous Bureau | Mumbai

પૂનામાં જંગલી સાંઢે ફરી દેખા દીધાં.. એકના મૃત્યુ બાદ, વનવિભાગે જનતાની કલાસ લીધી.. જાણો શું છે આખો મામલો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
22 ડિસેમ્બર 2020 

પુના શહેરમાં વધુ એક વખત જંગલી સાંઢ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. થોડા દિવસો અગાઉ કોથરડના એક રહેણાંક વિસ્તારમાં ફરતાં સાંઢને પકડવાની દોડાદોડમાં તેનું  મૃત્યુ થયું હતું. હવે થોડા દિવસો બાદ જંગલી સાંઢ પુના શહેરમાં ફરી દેખાયો છે.. 

Join Our WhatsApp Channel

આ વન્ય પ્રાણી પૂના-બેંગ્લોર હાઇવે પરના પાશન તળાવની નજીક જોવા મળ્યું હતું, અને એવું માનવામાં આવે છે કે તે નજીકના ડુંગરાળ અથવા જંગલવાળા વિસ્તારથી શહેરમાં રસ્તો ભટકી આવી ચઢ્યું હશે. 

જો કે, વિચિત્ર પ્રાણી જોવાં મળતાં સ્થાનિકો તેને પકડવા અને તસવીરો ક્લિક કરવા કુતુહલ વશ આવતા હતા, આ જોઈ સાંઢ વધુ દોડધામ કરતાં વનવિભાગની ટીમે તેને શાંત પાડયો હતો. 

પૂણે શહેરમાં તાજેતરમાં બનેલી ઘટનામાં એક જંગલી સાંઢનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ શહેરી વિસ્તારોમાં રખડતા જંગલી પ્રાણીઓને કેવી રીતે બચાવવા અને તેનાથી પોતાનું રક્ષણ કેવી રીતે કરવું, એ અંગે તાલીમ આપવામાં આવી હતી. 

પુણે વન વિભાગના સહયોગથી 'વન્યપ્રાણી સંઘર્ષ પ્રતિસાદ મેનેજમેન્ટ' વિષય પર એક તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પુણે વન વિભાગ, પુના પોલીસ, પશુપાલન વિભાગ, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પૂના જિલ્લા એસપીસીએ, મીડિયા અને ઘણા બધા અધિકારીઓ હાજર રહ્યા હતા. બિન-સરકારી સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. તે તમામને રેસ્ક્યુ કેવી રીતે કરવું તેનું જ્ઞાન આપ્યું હતું. જેથી ભવિષ્યમાં કોઈ દુર્લભ વન્ય પ્રાણી મૃત્યુ ન પામે.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version