ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
કુકી ઉગ્રવાદીઓએ કાંગપોકપીમાં બી ગમનોમ ગામમાં ભેગી થયેલી ભીડ પર ફાયરિંગ કર્યુ હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સુરક્ષા દળો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા બે ઉગ્રવાદીઓના અંતિમ સંસ્કાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ભેગી થયેલી ભીડ પર કુકી ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો.
આ ફાયરિંગની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. ત્રણના શબ જપ્ત થઇ ચુક્યા છે, સર્ચ ઓપરેશન ચાલુ છે.
ફાયરિંગમાં એક બાળક ઘાયલ થયો છે જેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ હુમલાની ટિકા કરી છે.
મહત્વપૂર્ણ છે કે બે દિવસ પહેલા જ મણિપુરના હિંગોરાનીમાં સુરક્ષાદળોએ ચાર ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા.
