News Continuous Bureau | Mumbai
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક મોટું પગલું ભર્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના પીસીસી અધ્યક્ષોને કહ્યુ છે કે, તે પીસીસીના પુનર્ગઠન માટે રાજીનામું આપી દે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પાર્ટી અધ્યક્ષે પાંચ ચૂંટણી રાજ્યોના પ્રમુખોના રાજીનામાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં કારમાં પરાજય પછી કોંગ્રેસનાં જૂનાં નેતાઓ ઘણાં જ ચિંતિત છે. અને તેઓ નેતૃત્વમાં પિરવર્તનની માંગણી કરી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : બાળકોને પાસે આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ હવે સ્કૂલમાં મળશે પ્રવેશ, શાળા શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં ઘોષણા કરી ઘોષણા ; જાણો વિગતે