Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ! પ્રદૂષણ જીવલેણ સાબિત થયું દિલ્હીના યુવકને, એક કલાક બાઈક પર ફર્યા બાદ સીધો ICUમાં ભરતી; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 17 નવેમ્બર  2021 
બુધવાર. 

દિલ્હીમાં ખતરનાક રીતે પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. ફક્ત એક કલાક જ દિલ્હીના રસ્તા પર બાઈક ચલાવનારા યુવકને હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવો પડયો છે. 

Join Our WhatsApp Channel

ઘરેથી નીકળ્યો ત્યારે એકદમ ફિટ એન્ડ ફાઇન રહેલા યુવકની એક કલાકમાં તબિયત લથડી ગઈ હતી. તેને પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી. દિલ્હીનું પ્રદૂષણ તેની આ હાલત માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
છેલ્લા થોડા દિવસથી દિલ્હી હવાની ગુણવત્તા એકદમ ધસરી ગઈ છે. હવામાં ઝેરી વાયુ ખતરનાક સ્તરે પહોંચી ગયા છે. આ યુવક એક કલાક બાઈક પર ગયો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. હોસ્પિટલમાં તેને દાખલ કરવામા આવ્યા બાદ ડોકટરોના કહેવા મુજબ પ્રદૂષણને કારણે તેની આવી હાલત થઈ હતી. 29 વર્ષનો યુવક સિગરેટ નથી પીતો છતાં તેની આવી હાલત થઈ હતી ત્યારે દિલ્હીના બાળકો અને વૃદ્ધોની હાલત કેવી હશે તે વિચારવા જેવી થઈ ગઈ છે. 

પ્રદૂષણ પર કોર્ટની ઝાટકણી બાદ એકશનમાં કેજરીવાલ સરકાર, રાજ્યમાં લંબાવ્યું પ્રદૂષણ લોકડાઉન; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ  

દિલ્હીનું વાતાવરણ એટલું પ્રદૂષિત થઈ ગયુ છે જે દિવસના 20થી 25 સિગરેટ પીધા બાદ જેટલો ધુમાડો શરીરમાં જાય તેટલો ધુમાડો દિલ્હીવાસીઓ હાલ શ્વાસમાં લઈ રહ્યા છે.

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version