ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
8 જૂન 2020
અભિનેતા સોનુ સૂદ કોને મળે અને કોને ન મળે? તેમણે પરપ્રાંતિય મજૂરો ની સેવા કરી અને ત્યારબાદ ગવર્નર ભગતસિંહ કોશિયારી ને મળ્યા. આને કારણે શિવસેનાની એવા મરચા લાગ્યા કે શિવસેનાના નેતા સંજય રાઉતે સોનુ સુદની જાહેર ટીકા કરી. ટીકા અને રાજકારણ થી બચવા માટે આખરે સોનુ સૂદ એ ઉદ્ધવ ઠાકરેને પણ મળવું પડ્યું. આમ સોનુ સુદને ધરમ કરતાં ધાડ પડી.
એક તરફ મહારાષ્ટ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ જઇ રહી છે ત્યારે જે લોકો સમાજ સેવા કરી રહ્યા છે તેનો શ્રેય પણ શિવસેના હડપી લેવા માંગે છે. આ ગંદા રાજકારણને કારણે શિવસેના અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની છબી અને મલિન થઈ છે..
