Site icon

મહારાષ્ટ્રના રાજકરણમાં ભૂકંપ- શિવસેનાના વિધાનસભ્ય બાદ હવે સાંસદ પણ નોટરિચેબલ- જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra MVA Govt)ની મહાવિકાસ આઘાડી સરકાર સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. શહેરી વિકાસ મંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદે(Eknath Shinde)એ બળવો કર્યો છે. શિંદે તેમના સમર્થક ધારાસભ્યો(MLA) સાથે સુરતની એક હોટલમાં રોકાયા છે. ધારાસભ્ય બાદ હવે શિવસેનાના સાંસદ(Shivsena MP) પણ નોટરિચેબલ(Notreachable) થઈ ગયા છે.

Join Our WhatsApp Community

એકનાથ શિંદે સહિત રાજ્યના અનેક ધારાસભ્યો નોટરિચેબલ છે. ત્યારે હવે થાણે જિલ્લાના શિવસેનાના સાંસદ રાજન વિચારે(Shivsena MP Rajan VIchare) અને સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે(MP Shrikant Shinde) પણ નોટ રિચેબલ થઈ ગયા છે. તેમાંથી શ્રીકાંત શિંદે એકનાથ શિંદેના પુત્ર છે. હાલ તે દિલ્હી(Delhi)માં છે. વર્તમાન રાજકીય ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ સામે શિવસેનાએ તરત જ સાંસદોને મુંબઈ બોલાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો  : મહારાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું- હાઈકમાન્ડે બોલાવી અર્જન્ટ બેઠક- બુધવારના દિવસે ઘણું બધું નક્કી થશે

એવું સામે આવ્યું છે કે એકનાથ શિંદે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અણબનાવ ચાલી રહ્યો છે. મરાઠા સમુદાયના મુદ્દા પર બંને વચ્ચેનો અણબનાવ ચરમસીમાએ ગયો હતો. ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને સાઈડલાઈન કરીને મરાઠા સમુદાય(Marahta Community)ના દિલ અને દિમાગ જીતવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે.

આગામી બે દિવસમાં મુખ્યમંત્રી મરાઠા સમાજના નેતાઓ સાથે સીધી બેઠક કરીને તેમની સાથે ચર્ચા કરવાના હતા. આ બેઠક મરાઠા સમુદાયના શૈક્ષણિક મુદ્દાઓ અને નોકરીની ભરતી પર યોજાવાની હતી. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને બાજુએ કરીને વિનાયક રાઉતને આગળ કરી રહ્યા હતા, તેનાથી એકનાથ શિંદે નારાજ હોવાનું કહેવાય છે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version