ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો ઑનલાઇન ચાલી રહી છે, છતાં સ્કૂલની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે સ્કૂલોએ કરેલા શૈક્ષણિક ફીવધારાને રદ કરી નાખ્યો છે અને ફીમાં 15 ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયનો અમલ હવે મહારાષ્ટ્રમાં પણ કરવામાં આવશે. રાજસ્થાન મુજબ જ મહારાષ્ટ્ર સરકારે પણ શૈક્ષણિક ફીમાં 15 ટકા કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. કોરોનાકાળ દરમિયાન કરવામાં આવેલા ફીવધારાના નિર્ણયને રદ કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે.
આ પ્રકરણમાં સરકારે ત્રણ અઠવાડિયાંમાં નિર્ણય લેવાનો રહેશે.
