Site icon

ગુજરાતના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, આગામી આટલા કલાક રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાંની શક્યતા છે, પરંતુ ૨૩ જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે, જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. એમાંય અમદાવાદમાં ઠંડીનો પારો ૯ ડીગ્રી નીચે જવાની શક્યતા છે. વાતાવરણમાં પલટો આવવાને કારણે પરોઢિયેથી જ અમદાવાદમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. રસ્તા પર વાહનચાલકોને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચલાવવમાં તકલીફનો સામનો કરવો પડ્યો છે. વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ આજથી વાતાવરણમાં પલટો આવશે, તેમજ અમદાવાદનું લઘુતમ તાપમાન ૯.૦ ડીગ્રીથી નીચે ગગડવાની શક્યતા છે તેમજ બેથી ત્રણ દિવસો ઠંડીનો પારો ૭થી ૮ ડીગ્રી પહોંચવાની શક્યતા હોવાથી રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાન ગગડતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બે દિવસ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ગરમી વર્તાશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ વાદળો હટતાં આકાશ સ્વચ્છ થતાં ઠંડા પવનો સીધા જમીન પર આવશે, જેને કારણે અચાનક તાપમાનમાં ઘટાડો થતાં કાતિલ ઠંડી પડશે. 

 PM મોદીની જાહેરાત: અહીં મૂકાશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, જાણો કોણ બનાવશે નેતાજીની પ્રતિમા

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, શુક્રવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર-શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. માવઠાની અસર ઓછી થતાં જ રાજ્યમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય એવી સંભાવના છે. ગુજરાતમાં આગામી ૪૮ કલાક બાદ લઘુતમ તાપમાનમાં ૩થી ૫ ડીગ્રીનો ૩ દિવસ સુધી ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે. આગામી ૩ દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૨ ડીગ્રીથી નીચે જવાની સંભાવના છે.

Maharashtra FDA: મહારાષ્ટ્ર એફડીએ દ્વારા રાજ્યભરમાં તહેવારોમાં ફૂડ સેફ્ટી ઝુંબેશ: ૧,૫૯૪ મીઠાઈની દુકાનોથી નમૂના લીધાં.
Himatnagar Railway Station: હિંમતનગર રેલવે સ્ટેશન બની રહ્યું છે મલ્ટીમોડલ હબ
Saras Mela 2025: સપનાની ઉડાન ગોબર-માટીથી સપનાં ઘડતી સ્ત્રી કલાકાર”
World Animal Day: સુરત શહેર અને જિલ્લામાં ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઈન થકી ૩,૦૮,૮૩૮ અબોલ જીવોને જીવનદાન મળ્યુઃ
Exit mobile version