કોરોનાના નિયંત્રણમાં ઢીલ આપવામાં આવતા મનાલી, સિમલા સહિતના હિલ સ્ટેશનો પર માનવ મહેરામણ ઉમટી પડ્યો છે.
લોકોની ભીડને જોતા મનાલીમાં સ્થાનિક તંત્રે મોટો નિર્ણય કર્યો છે કે, મનાલીમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો તેને 5,000 રુપિયા દંડ અથવા તો આઠ દિવસની જેલની સજા થશે.
બજારોમાં એટલી હદે ભીડ છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડી રહ્યા છે. જેના પગલે મનાલીમાં હવે નવો નિયમ લાગુ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં કોરોનાનુ જોર ઓછુ થયા બાદ સરકારે બહારથી લોકોને આવવાની પરવાનગી આપી છે. જેના પગલે હવે રોજ અન્ય રાજ્યોની 18000 થી 20000 વાહનો દાખલ થઈ રહ્યા છે.
ટોક્યો ઓલિમ્પિક્સને લાગ્યું કોરોના ગ્રહણ, જાપાન સરકારે આ તારીખ સુધી લાગુ કરી ઈમરજન્સી ; જાણો વિગતે
