Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના ની ડેમજ કંટ્રોલ કવાયત, પરભણીના નારાજ સાંસદ સંજય જાધવને મનાવી લેવા સીએમ ઉદ્ધવ ઠાકરે સામે આવ્યાં.. જાણો શું પ્રયત્ન ચાલુ છે…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

28 ઓગસ્ટ 2020

મહારાષ્ટ્ર પરભણી ના નારાજ સાંસદ સંજય જાદવ શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ આવશે. સંભાવના છે કે ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ તેઓ પોતાનું રાજીનામું પાછું ખેંચી લે. પોતાના મતવિસ્તારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના વધુ પડતા દખલ થી સાંસદ સંજય જાદવ રોષે ભરાયા હતા.  પરંતુ શિવસેનાના સચિવ અને ઉદ્ધવ ઠાકરેના કરીબી નાર્વેકરે મધ્યસ્થી કરી સંજય જાદવ ને કોઈ અંતિમ પગલું ભરવાની ના કહી હતી. આ સોંગ શિવસેનાના સચિવે એનસીપીના પ્રમુખ જયંત પાટીલ સાથે પણ વાતચીત દ્વારા કોઈ રસ્તો કાઢવાની વિનંતી કરી હતી. 

જાધવે શિવસેનાના કાર્યકરોની નિમણૂક માટે વારંવાર વિનંતીઓ કરવા છતાં જિંતુર કૃષિ પેદાશ બજાર સમિતિમાં બિન-સરકારી સભ્યોની નિમણૂક અંગે નિરાશા થયાં હતાં. આઠ મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં તેમની અરજીનો વિચાર કરવામાં આવ્યો ન હતો. જાધવે રાજીનામામાં દલીલ કરી હતી કે 'જ્યારે ન્યાય આપવામાં નહીં આવે ત્યારે સાંસદ રહેવાનો કોઈ અર્થ નથી, કારણકે તેઓ આવી રીતે પોતાનાં સંસદીય ક્ષેત્રના પક્ષના કાર્યકરોને ન્યાય  નહીં આપી શકે..'

શિવસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે નાર્વેકરે દરમિયાનગીરી કરી અને જાધવ સાથે વાત કરી, તેમને તેમના નિર્ણય પર પુનર્વિચારણા કરવા કહ્યું. સાથે જ સ્થાનિક સ્તરે આ મુદ્દાનો હલ લાવવાની ખાતરી આપી હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Raj Thackeray Big Claim શું દેશમાં મોટો સત્તાપલટો થવાનો છે? સંજય રાઉત બાદ હવે રાજ ઠાકરેનો મોટો દાવો રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમાયું!
Palghar Saphale Murder Case પાલઘર પોલીસે ઉકેલ્યો સફાળે હત્યાકાંડનો ભેદ, સંયુક્ત ઓપરેશનમાં બે મુખ્ય આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Exit mobile version