Site icon

જીવલેણ બન્યો અગ્નિપથનો આક્રોશ- સિકંદરાબાદમાં ફાયરિંગમાં આટલા લોકોના મોત- કેન્દ્રએ તાત્કાલિક મોકલી ફોર્સ- જુઓ વિડીયો જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રની મોદી સરકાર(Modi Govt)ની 'અગ્નિપથ યોજના'(Agnipath scheme)ને લઇને UP-બિહાર(Bihar)થી લઇને અનેક રાજ્યોમાં યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બુધવારથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શન(protest)નો આજે ત્રીજો દિવસ છે તેમ છતાં આ 'વિરોધની આગ' થમવાનું નામ નથી લઇ રહી. હવે આ વિરોધ પ્રદર્શન જીવલેણ થઈ ગયું છે.

Join Our WhatsApp Community

યુપી અને બિહારમાં પ્રદર્શનકારીઓએ(protest) ટ્રેન ફુંકી(train fire) દીધી હતી. તો કેટલીય જગ્યાએ ટ્રેક અને રસ્તા જામ કર્યા હતા. ત્યારે હવે હૈદરાબાદ(Hyderabad)માં કેન્દ્રની અગ્નિપથ યોજના સામે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. અહીંના સિકંદરાબાદ રેલવે સ્ટેશન(Secunderabad railway station) પર આંદોલનકારીઓએ એક ટ્રેનને આગ ચાંપી દીધી. તેની સાથે જ ભારે તોડફોડ પણ કરવામાં આવી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અહીં કુલ 17 રાઉન્ડ ફાયરીંગ(Firing) થયુ. જેમાં 1 વ્યક્તિનુ મોત નીપજ્યું. જયારે 13 લોકો ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. 

આ સમાચાર પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાવાગઢમાં નવનિર્મિત શિખર પર માતાજીનો ધ્વજ ફરકાવાશે-જાણો વિગત

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જનરલ રેલવે પોલીસ (GRP) દળોને લાઠીચાર્જ અને ટીયર ગેસ(tear gas) છોડ્યા બાદ ગુસ્સે ભરાયેલા ટોળા પર ગોળીબાર(firing) કરવાની ફરજ પડી હતી. તેલંગાણા સિવાય યુપી, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં પણ અગ્નિપથ સ્કીમનો વિરોધ થઈ રહ્યો છે. પ્રદર્શનને જોતા ગૃહ મંત્રાલયે(Ministry of Home Affairs) મોટો નિર્ણય લીધો છે. ત્યાં CRPFની ત્રણ કંપનીઓને મોકલવામાં આવશે. 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version