Site icon

બિહારમાં અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ- રસ્તા પર ઉતરી આવ્યા વિદ્યાર્થીઓ-આગચંપી અને ચક્કાજામ કર્યો- જુઓ વિડીયો જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

બિહાર(Bihar)ના યુવાઓને સેના(Army)માં ભરતી માટે સરકારે તાજેતરમાં જાહેર કરેલી અગ્નિપથ યોજના(Agnipath schem) બહુ પસંદ પડી હોય તેવું લાગતું નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહ(defence minister Rajnath) દ્વારા યોજનાની જાહેરાત થતા જ શરૂ થયેલો વિરોધ હવે બિહારના અલગ અલગ શહેરો સુધી પહોંચી ગયો છે. 

Join Our WhatsApp Community

 

સેનામાં ભરતી માટે સરકાર(Govt)ની અગ્નિપથ યોજનાનો વિરોધ તેજ બની રહ્યો છે. આ બધા વચ્ચે  બિહારના જહાનાબાદ, મુંગેર, છપરા, આરા, નવાદામાં પ્રદર્શનકારીઓએ આગચંપી કરી છે. બક્સર, મુઝફ્ફરપુર, જેવા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તો આ યોજનાના વિરોધમાં સફિયારસરાય પાસે સેના ભરતી(Army recruitment)માટે તૈયારી કરી રહેલા કેટલાક યુવાઓએ આજે સવારની દોડ બાદ સફિયાબાદ ચોક પાસે ટાયરો બાળ્યા(Tires burned) છે. 

 

જહાનાબાદ(Jehanabad)માં વિદ્યાર્થીઓનું આંદોલન(student protest) ઉગ્ર બન્યું છે. રેલવે ટ્રેક જામ કરી રહેલા વિદ્યાર્થીઓએ પથ્થરમારો (stone pelting)કર્યો. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થવાના સમાચાર આવ્યા નથી. પરંતુ આ કારણે ટ્રેનની સેવા(train service) ખોરવાઈ ગઈ હતી. બીજી તરફ પ્રદર્શનના કારણે જનશતાબ્દી એક્સપ્રેસ(Janshatabdi Express) લગભગ 30 મિનિટ મોડી પડી હતી. જહાનાબાદમાં થયેલા વિરોધની અસર રાષ્ટ્રીય રાજમાર્ગ 83 અને 31 ઉપર પણ પડી છે. 

 

વાત જાણે એમ છે કે યુવકોને ઉમર મર્યાદા, કાર્યકાળની મર્યાદા મામલે વાંધો છે. વિરોધીઓના કહેવા પ્રમાણે, સરકારે 4 વર્ષ સુધી સેનામાં સેવા કરવાની તક આપી છે. તે પછી શું થશે તેની કોઈને ખબર નથી. આ તેમના રોજગારનું સીધું ઉલ્લંઘન છે. તે આર્મીમાં જોડાવા માંગે છે, પરંતુ ફુલ ટાઈમ જોબ તરીકે. તેમણે કહ્યું કે જો સરકાર આ યોજનાને જલ્દી પાછી નહીં ખેંચે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે(central govt) આર્મી, નેવી અને એરફોર્સ(airforce)ની ત્રણેય શાખાઓમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી કરવા માટે 14 જૂને અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ યુવાનોએ 4 વર્ષ સુધી સંરક્ષણ દળમાં ફરજ બજાવવી પડશે. સરકારે પગાર અને પેન્શનના બજેટમાં ઘટાડો કરવા માટે આ પગલું ભર્યું છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version