ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
04 નવેમ્બર 2020
5 નવેમ્બરથી મહારાષ્ટ્ર સરકારએ સિનેમા હોલ, થિયેટરો, મલ્ટીપ્લેક્સ તેમની બેઠક ક્ષમતાના 50% લોકો સાથેની મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે અનલોક માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારી આદેશ મુજબ 50% ક્ષમતા સાથે ઓડિટોરિયમ પણ ખુલશે..
1. પાંચ નવેમ્બરથી કન્ટેન્ટ ઝોનની બહારના સ્વિમિંગ પુલ ખોલવામાં આવશે.
2. કન્ટેન્ટ ઝોનની બહારની યોગ સંસ્થાઓને પણ 5 નવેમ્બરથી કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.
5 નવેમ્બરથી સિનેમા હોલ, થિયેટરો, મલ્ટીપ્લેક્સમાં કે જે કન્ટેન્ટ ઝોનની બહારના ને 50% ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થિયેટરો, સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં કોઈ પણ ખાવા યોગ્ય ચીજ વસ્તુઓ ની મંજૂરી નથી..