Site icon

ઓહોહો!! અમદાવાદમાં કોરોના નિયમનો ભંગ કરનાર ૧ લાખ લોકો દંડાયા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા અમદાવાદમાં ગત શુક્રવારે માસ્ક ન પહેરવા બદલ ૩૮૫ લોકોને દંડ ફટકારાયો હતો.. જ્યારે રાજકોટમાં જાહેર સ્થળોએ માસ્ક વગર પકડાયેલા ૧૦૭ લોકોને દંડ ફટકારાયો હતો.કોરોના મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધી અમદાવાદમાં ૧ લાખથી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.. શહેર પોલીસના રેકોર્ડ મુજબ, કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ ૧ લાખ ૯૦ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડનો આ આંકડો ૨૪ જૂન, ૨૦૨૦થી ૩ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીનો છે. નિયમોના ઉલ્લંઘનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક ન પહેરવું, કરફ્યૂના કલાકો દરમિયાન બહાર નીકળવું અને લૉકડાઉન અમલમાં હોય ત્યારે બહાર નીકળવાની ઘટનાઓ સામેલ છે. આનો અર્થ એ છે કે રોગચાળો શરૂ થયો ત્યારથી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દરરોજ સરેરાશ ૧૯૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજીતરફ ઓમિક્રોનના ખતરાને લઈ રાજ્ય સરકાર ફરી એકવાર કોવિડ પ્રોટોકોલના કડક અમલીકરણ અંગે વિચારણા કરી રહી છે. પણ પોલીસ વિભાગના આંકડા જ કોરોના ગાઈડલાઈનના અમલીકરણમાં શિથિલતા દર્શાવે છે..પોલીસ વિભાગના આંકડા પ્રમાણે, કોરોનાની બીજી લહેર દરમિયાન એક જ દિવસમાં રાજ્યમાં લગભગ ૧૩ હજાર લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરાયો હતો.

આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર, આ રીતે રહેશે કાર્યક્રમ; જાણો વિગતે 
 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version