ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
અમદાવાદમાં કોરોનાએ માથું ઉચકતાં શહેરનાં વધુ 1 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે શહેરનાં બોપલ વિસ્તારમાં આવેલાં ઇસ્કોન પ્લેટિનિયમનાં B એપાર્ટમેન્ટનો બીજો માળ સીલ કરવામાં આવ્યો છે.
અહીં B 201, 202, 203 અને 204 નંબરનાં ફ્લેટને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.
હાલમાં કોરોનાનાં વધતા કેસને જોઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગ ગોઠવવામાં આવ્યું છે.
આ પહેલાં ઇસનપૂર, ચાંદખેડા, બાદમાં નવરંગપુરા અને આંબાવાડી વિસ્તાર માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોન તરીકે ઉમેરાયો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે દિવસ કોરોના કેસોમાં વધારો થયા બાદ ગત રોજ દેવદિવાળીના દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.