Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી

અમદાવાદ મંડળ પર "વેસ્ટ ટુ આર્ટ ઇન્સ્ટોલેશન" અને આરઆરઆર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

Swachhata Hi Seva 2025 વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન

News Continuous Bureau | Mumbai

સ્વચ્છતા હી સેવા” (SHS) અભીયાન 2025, જે 17 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી સ્તરે શરૂ થઈ હતી, 2 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધી જયંતિના અવસરે પૂર્ણ થશે. આ અભિયાન હેઠળ, પશ્ચિમ રેલ્વેનો અમદાવાદ મંડળ નિરંતર નવીનતા અને પર્યાવરણીય જાગૃતિમાં સતત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. અભીયાનના છઠ્ઠા દિવસે, તારીખ 22.09.2025 ના રોજ, કચરામાંથી કલા સ્થાપનો” થીમ હેઠળ અમદાવાદ મંડળના વિવિધ સ્થળોએ “કચરા સામગ્રીના સર્જનાત્મક ઉપયોગ પર કેન્દ્રિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસનો હેતુ આરઆરઆર ઘટાડો, પુનઃઉપયોગ અને રિસાયકલની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.

Join Our WhatsApp Community

ડીઝલ શેડ, સાબરમતી અને કોચિંગ ડેપો, ભુજ ખાતે કચરા અને બિનઉપયોગી સામગ્રીમાંથી પ્રેરણાદાયી કલાકૃતિઓ બનાવવામાં આવી હતી. આ રચનાઓમાં એક સુંદર ગણપતિ મંદિર, એક સ્વાગત પ્રતિમા અને શ્વાન અને ટેકનિશિયન/ફિટર જેવી કલ્પનાશીલ આકૃતિઓનો સમાવેશ થતો હતો. આ કલાકૃતિઓએ માત્ર કર્મચારીઓની સર્જનાત્મકતા જ દર્શાવી ન હતી પરંતુ કચરાને સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને ટકાઉપણાના પ્રતીક તરીકે રજૂ કરીને પર્યાવરણીય સંદેશાઓ પણ ફેલાવ્યા હતા.તેવી જ રીતે, ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવામાં ડીઝલ એન્જિનના ભંગાર ઘટકોનો ઉપયોગ કરીને વિવિધ શિલ્પો અને સુશોભન કલાકૃતિઓ બનાવવામાં આવી હતી. “કચરામાંથી સર્વશ્રેષ્ઠ” થીમને સાકાર કરતો આ પુનઃઉપયોગના ખ્યાલમાં છુપાયેલી સંભાવનાને પ્રકાશિત કરે છે.

આ સમાચાર પણ વાંચો : YouthFestival2025: યુવા ઉત્સવ-૨૦૨૫–‘૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૧ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ

RRR પ્રવૃત્તિઓના ભાગ રૂપે, અમદાવાદ સ્ટેશને પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનોનો સક્રિય ઉપયોગ કરીને પ્લાસ્ટિક કચરાનો જવાબદાર નિકાલને પ્રોત્સાહન આપ્યું. મુસાફરોને પર્યાવરણને અનુકૂળ વ્યવહાર અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે જ ગાંધીધામ સ્ટેશને પ્લાસ્ટિક કચરાનું વિશ્લેષણ પણ કર્યું અને તેનો ઉપયોગ મર્યાદિત કરવા માટે નોંધપાત્ર પગલાં લીધાં, જેનાથી સ્ટેશન પરિસરને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં મદદ મળી.
આ બધી પહેલો અમદાવાદ મંડળની પર્યાવરણીય જવાબદારી, નવીનતા અને સામૂહિક સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે સ્વચ્છતા હી સેવા – 2025 અભિયાનના મુખ્ય આધારસ્તંભ છે.

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ બની હસતી-રમતી કિલકિલાટ કરે છે
Exit mobile version