Site icon

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર

News Continuous Bureau | Mumbai
Ajit Pawar મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને એક મહિલા પોલીસ અધિકારી વચ્ચે થયેલી વાતચીતનો વિડીયો હાલમાં ઘણો ચર્ચામાં છે. આ ક્લિપ વાયરલ થયા બાદ, અનેક મીડિયા માં આ સમાચાર સામે આવ્યા પછી, સોલાપુરના કુરુડુ ગામમાં ફોન કરનારા ગ્રામજનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ બાદ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના નેતાઓએ આ વિડીયોને જાણી જોઈને વાયરલ કરવાનો આરોપ લગાવ્યો છે અને અજિત પવારના આદેશને યોગ્ય ગણાવ્યો છે.

શા માટે કાર્યવાહી રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો?

આ મુદ્દે NCP ના પ્રવક્તા સુનીલ તટકરેએ કહ્યું કે અજિત પવારની કામ કરવાની શૈલી એ છે કે તેઓ સીધા પ્રશાસન સાથે વાત કરીને લોકોને તાત્કાલિક ન્યાય અપાવે છે. તેઓ કોઈ ગેરવાજબી કામ માટે ક્યારેય બોલતા નથી. સુનીલ તટકરેએ કહ્યું કે તે સમયે વાતાવરણ તણાવપૂર્ણ હતું, અને અજિત પવારે માત્ર માહિતી મેળવીને કાર્યવાહીને થોડા સમય માટે રોકવાનું કહ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે કાર્યવાહી ને સંપૂર્ણપણે રોકવાનો કોઈ આદેશ નહોતો.

ઉપમુખ્યમંત્રીને ન ઓળખવા એ પણ એક ભૂલ

NCP ના અન્ય નેતા આનંદ પરાંજપેએ પણ અજિત પવારનો બચાવ કર્યો અને કહ્યું કે જો એક DySP રેન્કની મહિલા અધિકારી રાજ્યના ઉપમુખ્યમંત્રીને ઓળખતી ન હોય, તો તે પણ એક ભૂલ છે. તેમણે કહ્યું કે આખા મહારાષ્ટ્રને ખબર છે કે અજિત પવાર સ્પષ્ટ બોલે છે અને સાચા નિર્ણય લે છે. પરાંજપેએ કહ્યું કે પવારનો ઇરાદો ખેડૂતોની બાજુ સાંભળવાનો હતો, તેથી તેમણે કાર્યવાહીને થોડા સમય માટે રોકવાનો નિર્દેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Gautam Adani: ગૌતમ અદાણીએ શરદ પવાર સાથે કરી મુલાકાત, આ હોઈ શકે છે તેમની બેઠક નું મુખ્ય કેન્દ્ર

શું છે આખું પ્રકરણ અને કોણ છે IPS અંજના કૃષ્ણા?

માધાના કુડુ ગામમાં ગેરકાયદેસર રીતે મૂરમનું ખોદકામ થઈ રહ્યું હોવાની ફરિયાદ મળતા કરમાળાના પોલીસ ઉપ અધિક્ષક અંજના કૃષ્ણા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે દરમિયાન NCP ના કાર્યકર્તા બાબા જગતાપે સીધો જ અજિત પવારને ફોન કરીને અંજના કૃષ્ણાના હાથમાં આપ્યો હતો. જોકે, અંજના કૃષ્ણા પવારનો અવાજ ઓળખી શક્યા નહોતા. વિડીયોમાં અજિત પવાર ગુસ્સામાં કહેતા સંભળાય છે કે “હું DCM અજિત પવાર બોલી રહ્યો છું, આ કાર્યવાહી બંધ કરો… આ મારો આદેશ છે.” જ્યારે અંજના કૃષ્ણાએ બીજા નંબર પર કોલ કરવા કહ્યું, ત્યારે પવારે ગુસ્સે થઈને કહ્યું કે, “હું તારા પર એક્શન લઈશ… આટલી હિંમત છે તારી… મારો ચહેરો તો ઓળખીશ ને.” અંજના કૃષ્ણા મૂળ કેરળના ત્રિવેન્દ્રમમાંથી છે અને 2023ની UPSC માં 355મા રેન્ક સાથે પાસ થયા હતા. તેઓ અત્યંત કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા છે.

Exit mobile version