News Continuous Bureau | Mumbai
ALH MK-III Helicopter: ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)નું ALH MK-III હેલિકોપ્ટર 05 જાન્યુઆરી, 2025ના રોજ લગભગ 12.15 કલાકે ગુજરાતના પોરબંદર એરપોર્ટના રનવે પર ક્રેશ થયું હતું. ICG હેલિકોપ્ટરમાં બે પાઇલોટ અને એક એર ક્રૂ ડાઇવર હતા. હેલિકોપ્ટર તેની નિયમિત તાલીમ ઉડાન પર હતું.
ઘટના બાદ તરત જ ક્રૂ સભ્યોને બહાર કાઢીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તપાસ બોર્ડ દ્વારા ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ક્રૂ મેમ્બર્સ એટલે કે કમાન્ડન્ટ (જેજી) સૌરભ, ડેપ્યુટી કમાન્ડન્ટ એસ.કે. યાદવ અને મનોજ પ્રધાન નાવિકના નશ્વર દેહનાં સેવા પરંપરાઓ અને સન્માન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
