News Continuous Bureau | Mumbai

All India Police Athletics Cluster Championship :ગુજરાતમાં પ્રથમ વાર યોજાશે ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ, ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો થશે સહભાગી

All India Police Athletics Cluster Championship : ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની ચાર સ્પર્ધાઓ તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે.

News Continuous Bureau | Mumbai

 All India Police Athletics Cluster Championship :

Join Our WhatsApp Channel

ગુજરાતમાં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ યોજાવાની છે. ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની ચાર સ્પર્ધાઓ તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (BSF, ITBP, CRPF, CISF, SSB વિગેરે)ના જવાનો વચ્ચે વિવિધ સ્પોર્ટ્સ કોમ્પિટિશન; રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે કરે છે.

All India Police Athletics Cluster Championship First-ever All India Police Aquatic Cluster Championship to begin in Gujarat today

રમતોને અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચીને તેની યજમાની વિવિધ રાજ્યોમાં સ્થિત પોલીસ દળને સોંપીને, આ અખિલ ભારતીય પોલીસ રમતગમત સ્પર્ધાઓ ભારતભરમાં યોજવામાં આવે છે. આ વર્ષે એક્વેટિક ક્લસ્ટરની સ્પર્ધાઓ ગુજરાતમાં થવાની છે.
૭૨ મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની યજમાની ગુજરાત યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગુજરાત યુનિટ કરી રહ્યું છે.  વિવિધ રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ દળના જવાનો તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો આ પ્રકારની પોલીસ સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સમાં વિજેતા થઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી પોલીસ સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સમાં પ્રતિસ્પર્ધા કરે છે.

ભારતની સરહદની પહેરેદારી કરતા તેમજ આંતરીક સુરક્ષા અને સલામતીની જવાબદારી સંભાળતા કેન્દ્રીય સશસ્ત્ર સુરક્ષા બળના જવાનો અને પોલીસ જવાનોમાં ખેલકૂદની ભાવનાને આવી સ્પર્ધાઓના આયોજનથી બળવત્તર કરવાનો આશય ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડનો છે. તા. ૨૪ થી ૨૮ માર્ચ-૨૦૨૫ દરમિયાન આયોજિત “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”માં ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો સહભાગી થશે.

આ સ્પર્ધાનો સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે અને ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૪મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે.

આ ચાર દિવસીય સ્પર્ધા દરમિયાન પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વિવિધ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી સહિતની ચાર સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત તા. ૨૬મી માર્ચના રોજ ચિલોડા રોડ, ગાંધીનગર ખાતે સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે સાંજે ૦૭ થી ૦૯ કલાક દરમિયાન સંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

આ સમાચાર પણ વાંચો :  Mumbai Land Jihad : મુંબઈમાં અનધિકૃત મસ્જિદો સામે કડક કાર્યવાહી કરવાની ભાજપ નેતા કિરીટ સોમૈયાની માંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫” સ્પર્ધામાં આંદામાન નિકોબાર પોલીસ, આંધ્રપ્રદેશ પોલીસ, આસામ પોલીસ અને આસામ રાઈફલ્સ, બોર્ડર સીકયોરીટી ફોર્સ, છત્તીસગઢ પોલીસ, સી.આઈ.એસ. એફ, સી.આર.પી.એફ, ગુજરાત પોલીસ, હરિયાણા પોલીસ, ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, જમ્મુ- કાશ્મીર પોલીસ, ઝારખંડ પોલીસ, કર્ણાટક પોલીસ, કેરાલા અને મહારાષ્ટ્ર પોલીસ, એન.ડી.આર.એફ, ઓડીશા, રાજસ્થાન,તમિલનાડુ, ઉત્તરાખંડ, પશ્રિમ બંગાળ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ, એસ.એસ.બીના ૫૭૨ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ચાર રમતો યોજાશે જેમાં સાંઈ ખાતે સ્વીમીંગ અને વૉટર પોલો સ્પર્ધા, સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડાઈવીંગ સ્પર્ધા અને જી.સી.ગાંધીનગર ખાતે ૧૦ કિ.મી ક્રોસ કંન્ટ્રી રન યોજાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
Uttar Pradesh encounters ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 6 એન્કાઉન્ટર એક ગુનેગાર ઠાર, 4ને પગમાં ગોળી વાગી
TMC Rajya Sabha MP resigns મમતા બેનર્જીને દિલ્હીમાં મોટો ફટકો રાજ્યસભા સાંસદનું રાજીનામું, પક્ષને પણ અલવિદા કહ્યું
Maharashtra Politics। રાજ્યસભાની ટિકિટ કપાતાં જ છગન ભુજબળ લાલચોળ! પવાર ફેમિલીને ઘેરતા કહ્યું ‘અમે કબડ્ડી રમીએ છીએ, ચેસ નહીં’
Exit mobile version