ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
નાગાલેન્ડમાં મોટું રાજકીય પરિવર્તન આવ્યું છે.
મોટા રાજકીયો ફેરફાર કરવા માટે નાગાલેન્ડની તમામ પાર્ટીઓ ભેગી મળીને સરકાર ચલાવવાનો નિર્ણય કર્યો છે.
નાગાલેન્ડ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા તમામ રાજકીય પક્ષોએ શાસક પક્ષ અને તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે હાથ મિલાવીને કોહિમામાં સર્વપક્ષીય સરકારની રચનાને અંતિમ સ્વરૂપ આપ્યું.
આ નવા મોરચાને હવે યુનાઇટેડ ડેમોક્રેટિક એલાયન્સ (યુડીએ) નામ આપવામાં આવ્યું છે.
નાગાલેન્ડ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વિપક્ષ વગર જ સરકાર ચાલશે.
પક્ષો દ્વારા વિધાનસભામાં એક થવાનો નિર્ણય, નાગા રાજકીય મુદ્દાઓને લગતી લાંબા સમયથી પડતર માંગણીઓના ઉકેલ શોધવા લેવામાં આવ્યો હતો.