Site icon News Continuous Bureau | Mumbai

સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાના કારણે ૧૮ સિંહ ગુમ થયાના તમામ અહેવાલ ખોટા; વન વિભાગે કરી આ સ્પષ્ટતા, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનાં જંગલોમાં ૧૮ સિંહ ગુમ થયાના અહેવાલ મીડિયામાં ફરતા થયા હતા. તે બાદ વન વિભાગે આ વિશે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે ગીર અને બૃહદ્ ગીરના તમામ સિંહ સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું વાવાઝોડાને કારણે મૃત્યુ કે કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી.

આ બાબતે સ્પષ્ટતા કરતાં જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી. વસાવડાએ પત્ર લખી માહિતી આપી હતી કે “વન વિભાગ દ્વારા સિંહની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે અને તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સિંહની સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.” તેમણે ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહે પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં સિંહ વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયાકાંઠે વસતા અને અન્ય તમામ સિંહની સલામતી માટે પગલાં લેવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે રાજુલા વિસ્તારના સિંહ દરિયાથી દૂર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાની વાત પણ ધ્યાનમાં આવી હોવાનું તેમણે પત્રમાં લખ્યું હતું.

 

Lions Missing Surashtra

Maharashtra Weather Update શહેરોમાં પ્રદૂષણનું જોખમ વધ્યું મુંબઈ અને પૂણેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦ ને પાર, નાગપુરની હવા પણ ઝેરી બની
Diveagar Beach Drowning Tragedy દિવેઆગર બીચ પર 8 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોતના મામલે તપાસના આદેશ CM દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી CM સુનેત્રા પવારે વ્યક્ત કર્યો ઊંડો શોક
Samruddhi Expressway Road Accident સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત 7 ભક્તોના કમકમાટીભર્યા મોત, 19 ઘાયલ, શેગાંવથી દુર્ગા માતાની મૂર્તિ લઈને પરત ફરતી વખતે સર્જાયો બનાવ
Central Railway Ticket Checking Drive કન્ફર્મ ટિકિટ છતાં ટીટીઈ પકડશે! રેલવેમાં મુસાફરી પહેલાં આ નિયમ જાણી લો, નહીં તો ખિસ્સું ખાલી થશે
Exit mobile version