Site icon

Allahabad High Court: જો લોકો આ રીતે ધર્મ બદલતા રહેશે તો ભારતમાં એક દિવસ બહુમતી વસ્તી લઘુમતી બની જશે: અલાહાબાદ હાઈકોર્ટ.. જાણો કેમ કહ્યું કોર્ટે આવું..

Allahabad High Court: હમીરપુરના મૌદાહાના રહેવાસી આરોપી કૈલાશ પર ફરિયાદી રામકાલીએ પોતાના માનસિક રીતે નબળા ભાઈને ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો હોવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપીએ જામીન અરજી આપી હતી, જેને કોર્ટે હવે ફગાવી દીધી હતી.

Allahabad High Court said, if people continue to change religion in this way, one day the majority population in India will become a minority...

Allahabad High Court said, if people continue to change religion in this way, one day the majority population in India will become a minority...

News Continuous Bureau | Mumbai

Allahabad High Court: અલ્હાબાદ હાઈકોર્ટે ધર્માંતરણના ( conversion ) મામલાની સુનાવણી કરતા ગંભીર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, દેશમાં એસસી/એસટી અને આર્થિક રીતે નબળા લોકોનું ધર્મ પરિવર્તન મોટા પાયે હાલ કરવામાં આવી રહ્યું છે. તેને તરત જ બંધ કરી દેવું જોઈએ. જો ધાર્મિક સભાઓમાં પૈસાની લાલચ આપીને આવું જ ચાલતું રહ્યું તો એક દિવસ ભારતની બહુમતી વસ્તી લઘુમતી ( minority ) બની જશે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, દેશના નાગરિકોને ધર્માંતરિત કરનારા મેળાવડાઓને તાત્કાલિક બંધ કરવામાં આવે. અનુચ્છેદ 25માં ધર્માંતરણની કોઈ જોગવાઈ નથી. 

Join Our WhatsApp Community

ન્યાયાધીશ રોહિત રંજને ધર્માંતરણ કેસના આરોપી કૈલાશની જામીન અરજી નામંજૂર કરતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી. વાસ્તવમાં, હમીરપુરના મૌદાહાના રહેવાસી આરોપી કૈલાશ પર ફરિયાદી રામકાલીએ પોતાના માનસિક રીતે નબળા ભાઈને ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો હોવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપીએ જામીન અરજી આપી હતી, જેને કોર્ટે હવે ફગાવી દીધી હતી.

 Allahabad High Court: કાયદો કોઈને ધર્મપરિવર્તનની પરવાની નથી આપતો…

ફરિયાદીએ આ અંગે કોર્ટને જણાવ્યું હતું કે, તેના ભાઈને આરોપી એક અઠવાડિયા સુધી સારવારના બહાને દિલ્હી લઈ ગયો હતો. જે બાદ તે તેને એક ધાર્મિક કાર્યક્રમમાં લઈ ગયો હતો. આરોપી કૈલાશ ગામના અન્ય ઘણા લોકોને પણ સાથે લઈ ગયો હતો. જ્યાં તેમને ખ્રિસ્તી ધર્મ ( Christianity )  અંગીકાર કરાવામાં આવ્યો હતો. ફરિયાદીએ વધુમાં કહ્યું હતું કે, તેના બદલામાં તેના ભાઈને કેટલાક પૈસા પણ આપવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Nepal: નેપાળમાં 4% વસ્તી ધરાવતા મુસ્લિમોએ હિંદુ નગર ગામનું નામ બદલીને હવે મોહમ્મદ નગર કર્યું, ત્રણ હિંદુ યુવકોને માર પણ માર્યો..

કોર્ટે આ સંદર્ભે કહ્યું હતું કે, ધર્મ પરિવર્તન ( Religion Conversion ) કરાવતા ધાર્મિક મેળાવડાને તાત્કાલિક બંધ કરવામાં આવે. બંધારણની કલમ 25 ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર, કોઈ પણ ધર્મ માનવાનો, પૂજા કરવાનો અને પ્રચાર કરવાનો અધિકાર આપે છે, પરંતુ કોઈને ધર્મપરિવર્તન પરવાની નથી આપતો. કોર્ટે આગળ કહ્યું હતું કે, આ વાત ધ્યાનમાં આવી છે કે યુપીમાં ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગરીબ અને ભોળાભાળા લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે. આ ગંભીર બાબત છે. કોર્ટે કહ્યું કે અરજીકર્તા કૈલાશ પર ગંભીર આરોપ છે. તેમણે ગામના ઘણા લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આથી તેને જામીન આપી શકાય નહીં.

Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Exit mobile version