Site icon News Continuous Bureau | Mumbai

TMCએ અમિત શાહ-પ્રિયંકા ગાંધી પર લગાવ્યા આ આરોપ, ચૂંટણી પંચ પાસે કરી કડક કાર્યવાહીની માંગ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Channel

ગુરુવાર.

આગામી ગોવા વિધાનસભા ચૂંટણીઓ પહેલા, તૃણમૂલ કોંગ્રેસના ગોવા એકમે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણી પંચને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.  ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને ભાજપના નેતાઓ અને સભ્યો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત અને અન્યોએ ૩૦ જાન્યુઆરીએ સાંવોર્ડેમ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોવિડ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર પણ કોરોના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં, ટીએમસીએ કહ્યું, “કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્યોએ ૭ ફેબ્રુઆરીના રોજ નાવેલિમ વિધાનસભા ક્ષેત્રમાં તેમના ચૂંટણી પ્રચારમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.” 

RSS સુપ્રીમો મોહન ભાગવતનું હિન્દુત્વ પર મોટું નિવેદન, કહી દીધી આ વાત; જાણો વિગતે   

ઉલ્લેખનીય છે કે ગોવા વિધાનસભાની 40 બેઠકો માટે એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version