Site icon

નવાબ મલિક અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેના વિવાદમાં હવે કોંગ્રેસ કૂદી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે કરી આ માંગ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને NCP નેતા નવાબ મલિક વચ્ચે વાકયુદ્ધ ચાલુ છે.

બંને નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. દરમિયાન, મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ કહ્યું છે કે રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ દયનીય બની ગઈ છે અને તેના કારણે રાજ્યની બદનામી થઈ રહી છે.

સાથે જ સીએમ ઉદ્ધવ ઠાકરે પાસે દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિકના આરોપોની તપાસ કરાવવાની માંગ કરી છે. 

આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્યના નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. પૂર્વ સીએમ ફડણવીસ અને મંત્રી નવાબ મલિક દ્વારા એકબીજા પર લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની ગઠબંધન સરકાર સત્તા પર છે. તેમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સામેલ છે. કોંગ્રેસ ગઠબંધનનો ભાગ છે, તેથી તેના રાજ્ય પ્રમુખ દ્વારા તપાસની માંગ કરવી મહત્વપૂર્ણ છે.

રેકોર્ડ: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં થયું આટલા કરોડ લોકોનું રસીકરણ, દેશનું 2જુ રાજ્ય બન્યું

Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Exit mobile version