Site icon News Continuous Bureau | Mumbai

નવાબ મલિક અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેના વિવાદમાં હવે કોંગ્રેસ કૂદી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે કરી આ માંગ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને NCP નેતા નવાબ મલિક વચ્ચે વાકયુદ્ધ ચાલુ છે.

બંને નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. દરમિયાન, મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ કહ્યું છે કે રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ દયનીય બની ગઈ છે અને તેના કારણે રાજ્યની બદનામી થઈ રહી છે.

સાથે જ સીએમ ઉદ્ધવ ઠાકરે પાસે દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિકના આરોપોની તપાસ કરાવવાની માંગ કરી છે. 

આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્યના નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. પૂર્વ સીએમ ફડણવીસ અને મંત્રી નવાબ મલિક દ્વારા એકબીજા પર લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની ગઠબંધન સરકાર સત્તા પર છે. તેમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સામેલ છે. કોંગ્રેસ ગઠબંધનનો ભાગ છે, તેથી તેના રાજ્ય પ્રમુખ દ્વારા તપાસની માંગ કરવી મહત્વપૂર્ણ છે.

રેકોર્ડ: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં થયું આટલા કરોડ લોકોનું રસીકરણ, દેશનું 2જુ રાજ્ય બન્યું

Pradeep Purnekar Murder Case થાણે પોલીસ સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ અને ચુસ્ત બંદોબસ્ત, આદિત્ય ઠાકરેસંજય રાઉત રવાના
Elderly Man Digital Arrest Scam ‘સર, તાત્કાલિક ₹૧ કરોડની FD તોડી આપો’ ધ્રૂજતા હાથે બેંક પહોંચેલા વૃદ્ધને જોઈ કર્મચારીઓને શંકા ગઈ ને ફૂટ્યો ‘ડિજિટલ એરેસ્ટ’નો ભાંડો!
Meerut Blue Drum Case Verdict મેરઠ બ્લૂ ડ્રમ કેસમાં કોર્ટનો મોટો ફેંસલો મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર, સજાની જાહેરાત પર સૌની નજર
ATM Burglary Caught Red Handed અંદર એટીએમ તોડી રહ્યા હતા ચોર, બહાર પહોંચી ગઈ પોલીસ રંગેહાથ ઝડપી કરી જોરદાર ધુલાઈ
Exit mobile version