Site icon News Continuous Bureau | Mumbai

બોમ્બે હાઇકોર્ટે કંગનાની ઓફિસ પર શિવસેના સંચાલિત બીએમસી દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી તોડક કાર્યવાહી પર ઝાટકણી કાઢી… જાણો શું કહ્યું કોર્ટે??

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

30 સપ્ટેમ્બર 2020

અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ પર થયેલી તોડક કાર્યવાહીની અરજી પર બોમ્બે હાઈ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે બીએમસી પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું હતું કે જે હકીકતો કોર્ટ સમક્ષ આવી છે તેમાં ડિમોલિશનની કાર્યવાહીની વિગતો યોગ્ય રીતે દાખલ કરવામાં આવી નથી, જેનાથી થોડી મૂંઝવણ સર્જાઈ રહી છે. સુનાવણી બોમ્બે હાઈકોર્ટે શિવસેના સંચાલિત બીએમસીને પ્રશ્ન પૂછયો હતો કે જયારે ઓફિસનું નિર્માણ થઇ રહ્યું હતું ત્યારે પાલિકાના અધિકારી શું કરી રહ્યા હતા?? અને બાંધકામ કેમ સપ્ટેમ્બરમાં આટલી ઉતાવળ કરીને બાંધકામ કેમ તોડાયું?? જેના જવાબમાં સંજય રાવતના વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલને આ કાર્યવાહી સાથે કોઈ લેવાદેવા નથી. તેમને કોઇ ધમકી અપાઇ નથી, કંગનાને મીડિયા સાથ આપી રહી છે. 

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ, જેણે ધ્વંસ પર રોક લગાવી હતી, તે હવે અભિનેતાની અરજી પર સુનાવણી કરી રહ્યું છે, જેમાં 9 સપ્ટેમ્બરના રોજ બાન્દ્રા સ્થિત તેની 'મણિકર્ણિકા' ઓફિસમાં બીએમસી દ્વારા કરવામાં આવેલી 'ગેરકાયદેસર' કાર્યવાહી માટે 2 કરોડ રૂપિયાનું નુકસાન ભરપાઈની માંગ કરવામાં આવી છે.  

જણાવી દઈએ કે મુંબઈની પીઓકે સાથે સરખામણી કર્યાના એક-બે દિવસ બાદ જ બીએમસીએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું હતું.

કોર્ટે કંગના માટે વયરાયેલા અપશબ્દ અંગે, સંજય રાઉતે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂનો સહારો લેતા કહ્યું કે, અરજદાર (કંગના રનૌતે) જે કહ્યું છે તેના એક પણ શબ્દ સાથે અમે સહમત નથી. પણ શું આ સંબોધન કરવાની કોઈ રીત છે? આપણે બધા ગૌરવપૂર્ણ મહારાષ્ટ્રિયન છીએ. પણ અમે જઈને કોઈનું ઘર તોડતા નથી. શું  તમારા મતે કાનૂન શું છે?" "તમે સંસદસભ્ય છો. તમને કાયદા પ્રત્યે કોઈ માન નથી? તમે પૂછશો કાયદો શું છે?" આવું ન્યાયાધીશ એસ જે કાથવાલા અને આર આઇ છગલાની ડિવિઝન બેંચે રાવતને પૂછ્યું હતું.

Raj Thackeray Big Claim શું દેશમાં મોટો સત્તાપલટો થવાનો છે? સંજય રાઉત બાદ હવે રાજ ઠાકરેનો મોટો દાવો રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમાયું!
Palghar Saphale Murder Case પાલઘર પોલીસે ઉકેલ્યો સફાળે હત્યાકાંડનો ભેદ, સંયુક્ત ઓપરેશનમાં બે મુખ્ય આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Manoj Jarange Eknath Shinde મરાઠા આંદોલન સમેટી લેવા માટે મળ્યા હતા ૫૦૦ કરોડ? મનોજ જરાંગેનો સનસનીખેજ દાવો, એકનાથ શિંદે પાસે માંગ્યો જવાબ
Thane Crime Chena Forest અંધારામાં ચમકારો દેખાયો ને ટ્રિગર દબાવી દીધું! ઘોડબંદરના જંગલમાં થયેલા ફાયરિંગમાં નાગરિકનો ગયો જીવ; પોલીસે આરોપીઓને દબોચ્યા
Exit mobile version