ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી પહેલી વખત દિલ્હી આવેલા કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે સાંજે ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક સાથે જ કેપ્ટન અપમાનનો બદલો લેવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડયું છે.
જોકે, અમરિંદર સિંહે આ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી.
અમિત શાહ અને અમરિન્દર સિંહ વચ્ચે લગભગ 45 મિનિટ સુધી બેઠક ચાલી હતી. અમરિંદર સિંહે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમણે ગૃહમંત્રી શાહ સાથે કૃષિ કાયદા પરત લેવા, પંજાબમાં આંતરિક સલામતી મુદ્દે ચર્ચા કરી હતી.
પંજાબમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમિરન્દર સિંહ ભાવી યોજનાઓ અંગે શું નિર્ણય લે છે તે ચર્ચાનો વિષય બન્યા છે.
