Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના મંત્રીથી નારાજ થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ -મંચ પરથી જ કહ્યું- તમારું ભાષણ પૂરું કરો- જુઓ વિડીયો 

 News Continuous Bureau | Mumbai

દેશની આંતરિક સુરક્ષા(Security) ને લઈને હરિયાણા(Haryana) ના સૂરજકુંડમાં 2 દિવસીય ચિંતન શિબિર(Chintan shibir)  દરમિયાન એક વિચિત્ર ઘટના બની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ(Anil Vij) ને ચાલુ મીટિંગમાં ટોકવા પડ્યા.  

Join Our WhatsApp Channel

 

વાસ્તવમાં, આ બેઠકમાં સ્વાગત સંબોધન માટે અનિલ વિજને પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જોકે સાડા આઠ મિનિટે પણ ભાષણ (Speech) ચાલુ રહેતાં અમિત શાહે પહેલા તો તેમને માઈકથી ઈશારો કર્યો. ત્યાર બાદ ચિઠ્ઠી મોકલીને ભાષણ પૂરું કરી દેવા જણાવ્યું. જોકે અનિલ વિજ બોલતા રહ્યા. ત્યારપછી ગૃહમંત્રી અમિત શાહે પોતાનું માઈક ઓન કર્યું અને અનિલ વિજને કહ્યું કે 'અનિલ જીને થોડું ટૂંકમાં કહેવું પડશે. તમારો સમય 5 મિનિટનો હતો, તમે 8:30 મિનિટ બોલ્યા છો. તમે તેને થોડું ટૂંકું કરો. તો જ કાર્યક્રમ આગળ વધશે.

આ સમાચાર પણ વાંચો : Reels ના રવાડે ચઢ્યા યંગસ્ટર્સ- ફેમસ થવા યુવકે મોઢામાં સળગતું રોકેટ મૂકીને લગાવી દોડ- જુઓ વાયરલ વીડિયો 

મહત્વનું છે કે ચાલુ મીટિંગમાં આવું થતાં હાજર નેતાઓ અને અધિકારીઓ જોતા રહી ગયા. આ દરમિયાન શાહની બાજુમાં જ બેસેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર નીચું જોઈ ગયા હતા.

 

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version