Site icon News Continuous Bureau | Mumbai

ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે ભાજપે બનાવી રણનીતિ, અમિત શાહ પણ કરશે રેલી

સત્તાધરી ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં 'રથયાત્રા' કાઢશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જાન્યુઆરીએ તેને લીલી ઝંડી બતાવશે. આ યાત્રા રાજ્યના તમામ 60 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેતા 1,000 કિલોમીટરના રૂટને પાર કરીને 12 જાન્યુઆરીએ અગરતલામાં સમાપ્ત થશે.

Amit Shah to flag off Tripura BJP’s rath yatra on January 5

ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે ભાજપે બનાવી રણનીતિ, અમિત શાહ પણ કરશે રેલી

News Continuous Bureau | Mumbai

ત્રિપુરામાં ( Tripura ) વિધાનસભા ચૂંટણીની જાહેરાતના થોડા અઠવાડિયા પહેલા સત્તાધરી ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં ‘રથયાત્રા’ ( rath yatra ) કાઢશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah  ) 5 જાન્યુઆરીએ ( January 5 ) તેને લીલી ઝંડી બતાવશે. આ યાત્રા રાજ્યના તમામ 60 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેતા 1,000 કિલોમીટરના રૂટને પાર કરીને 12 જાન્યુઆરીએ અગરતલામાં સમાપ્ત થશે.

Join Our WhatsApp Channel

અગરતલામાં યાત્રા રોકાયા બાદ અહીં એક મેગા જાહેર રેલીનું આયોજન કરવામાં આવશે, જેને ભાજપના  રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધિત કરશે. રાજ્યવ્યાપી કાર્યક્રમની જાહેરાત કરતા, ત્રિપુરા બીજેપીના વડા રાજીબ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ‘જન વિશ્વાસ યાત્રા’ નામની રથયાત્રા રાજ્યભરના લગભગ 10 લાખ લોકોને જોડવાના પક્ષના મિશનનો એક ભાગ છે.

અમિત શાહ રેલીને સંબોધશે

ત્રિપુરા ભાજપના પ્રમુખે મીડિયાને જણાવ્યું કે 5 જાન્યુઆરીએ દક્ષિણ ત્રિપુરા અને ઉત્તર ત્રિપુરા જિલ્લામાંથી બે રથ નીકળશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, પ્રતિમા ભૌમિક અને સાબરનંદ સોનોવાલ અને અનેક કેન્દ્રીય નેતાઓ રથયાત્રામાં ભાગ લે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે જે દિવસે યાત્રા શરૂ થશે તે દિવસે શાહ દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં સબરૂમ ખાતે રેલીને સંબોધિત કરશે. શાસક પક્ષે આ ‘રથયાત્રા’ને ‘જન વિશ્વાસ યાત્રા’ નામ આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો:   ના માની વાતઃ શિખર ધવને 3 વર્ષ પહેલા આપી હતી ચેતવણી, રિષભને કહ્યું હતું ગાડી ધીમી ગાડી ચલાવ

આવતા વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી

નોંધપાત્ર વાત એ છે કે આવતા વર્ષે 2023માં દેશના કુલ 9 રાજ્યોમાં ચૂંટણી યોજાશે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમનો સમાવેશ થાય છે. ત્રિપુરામાં કુલ 60 વિધાનસભા સીટો છે. ત્રિપુરામાં હાલમાં ભાજપનું શાસન છે અને તેની ચૂંટણી રણનીતિના ભાગરૂપે ભાજપે ત્રિપુરામાં મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખ્યો છે.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Exit mobile version