Site icon News Continuous Bureau | Mumbai

Amreli News : ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો, રખડતાં ઢોરની ટક્કર વાગતાં બાઈક સવારો 10 ફૂટ હવામાં ફંગોળાયા; જુઓ વીડિયો

Amreli News : ગુજરાતના અમરેલી શહેરમાં માર્ગ પર વચ્ચો-વચ્ચ બેઠેલા ઢોરોને કારણે હચમચાવી નાંખતો અકસ્માત સર્જાયો છે. જેમાં રસ્તા વચ્ચે બેઠેલાં ઢોરો પર ત્રિપલ સવારી સાથે આવતું બાઇક ચડી જતા ત્રણેય બાઈક સવાર યુવક ઊછળીને 10 ફૂટ દૂર ફંગોળાયા હતા.

Amreli News Bike rider injured after a fatal crash with stray cattle, Rajula

Amreli News Bike rider injured after a fatal crash with stray cattle, Rajula

News Continuous Bureau | Mumbai

Amreli News : ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. અને આ બનાવોમાં અમુક વખતે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. તેમાં પણ અમરેલી શહેરમાં હાલ એકપણ એવો વિસ્તાર નથી કે જ્યાં રસ્તે રઝળતા પશુઓ નહી હોય અને એક પણ દિવસ એવો નહીં હોય કે ખૂંટિયાઓ વચ્ચે અકસ્માત સર્જાયા ન હોય. જેનો ભોગ નિર્દોષ નાગરિકો બને છે. હવે આનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં રસ્તા પર બેઠેલા ઢોર સાથે બાઇકની ટક્કર થતા બાઇક પર સવાર ત્રણેય યુવકો જોરથી ફંગોળાય છે. આ દુર્ઘટનામાં બાઇક સવારો ને ગંભીર ઈજા પહોંચી હતી. 

Join Our WhatsApp Channel

 Amreli News : જુઓ વીડિયો 

Amreli News : યુવકો 10 ફૂટ હવામાં ફંગોળાયા 

વીડિયોમાં જોવા મળે છે કે, રાત્રે બાઇક લઈને જતાં ત્રણ લોકોનો રસ્તાના વચ્ચો-વચ્ચ બેઠેલા ઢોર સાથે ગમખ્વાર   અકસ્માત સર્જાયો હતો. બાઇક ઢોર સાથે ટકરાતાં ત્રણેય યુવકો 10 ફૂટ હવામાં ફંગોળાય છે. જ્યારે રસ્તા વચ્ચે બેઠક જમાવેલા ઢોરો અકસ્માત પછી ઊભા થઈને ભાગ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ગૌરવપૂર્ણ ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન વિભાગના આ ત્રણ પુસ્તકોનું વિમોચન..

મહત્વનું છે કે બાઈક ચાલકો રખડતા ઢોર સાથે અથડાતા હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ બનવા પામી છે. આમ રખડતા ઢોરને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version