Site icon

Gujarat Renewable Energy: ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે કોઈપણ ડેવેલપર સ્થાપી શકશે રિન્યુએબલ એનર્જી પાર્ક..

Gujarat Renewable Energy: ગુજરાતમાં કોઈપણ ડેવલપર સોલાર પાર્ક , વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે: તેનો પાવર અથવા એસેટ નાના અને મધ્યમ ઉદ્યોગોને વેચાણ-ટ્રાન્સફર કરી શકશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી ૧૦૦ GW સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

An important decision of the Gujarat government, now any developer can set up a renewable energy park.

An important decision of the Gujarat government, now any developer can set up a renewable energy park.

News Continuous Bureau | Mumbai

Gujarat Renewable Energy: ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવતો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, હવેથી નાના ઉદ્યોગ અને MSME કંપનીઓ સોલર પાર્ક  , વિન્ડ પાર્ક તથા હાઈબ્રીડ (વિન્ડ+સોલર) પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે. ગુજરાતમાં કોઈપણ ડેવલપર સોલાર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. સાથે જ તેઓ પાર્કમાં જનરેટ થતો પાવર અથવા એસેટ નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચાણ કે ટ્રાન્સફર કરી શકશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ કેપેસીટી ૫૦૦ GW તેમજ ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી ૧૦૦ GW સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે. 

Join Our WhatsApp Community

મંત્રી શ્રી દેસાઈએ ઉમેર્યું હતું કે, આ નિર્ણયથી અંદાજિત ૩૦૦ મેગાવોટના પ્રોજેક્ટ કમિશન થઈ શકશે તેમજ આગામી ચાર વર્ષમાં ઓપન એક્સેસમાં બે ગીગાવોટના નવા પ્રોજેક્ટ ( Renewable Park ) પણ ડેવલપ થશે. તેનાથી અંદાજિત ૧,૦૦,૦૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ઉપરાંત આ નિર્ણયથી ગુજરાતની ( Gujarat  ) બધી જ ઇન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઘટાડો થશે તેમજ વૈશ્વિક બજારમાં ગુજરાતની પ્રોડક્ટ કોમ્પિટિટિવ પ્રાઇઝમાં ઉપલબ્ધ કરી શકાશે

આ સમાચાર પણ વાંચો :  Jammu Kashmir Elections: જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 57.03 ટકા મતદાન, જાણો કયા જિલ્લામાં કેટલું વોટિંગ થયું?

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version