Site icon

Anant Radhika Wedding: સાદગીએ દિલ જીતી લીધું.. અબજોપતિ હોવા છતાં અનંત અંબાણીએ આશીર્વાદમાં મળતા રૂપિયા સ્વીકાર્યા; ખુદ ભોજન પીરસ્યું, જુઓ વિડીયો

Anant Radhika Wedding: મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત 'અન્ન સેવા'થી થઈ હતી. આ સમય દરમિયાન સમગ્ર અંબાણી પરિવારે ગુજરાતના જામનગરના રિલાયન્સ ટાઉનશીપના જોગવડ ગામમાં સ્થાનિક લોકોને ભોજન કરાવ્યું હતું.

Anant Radhika Wedding Anant Ambani, Radhika Merchant's pre-wedding celebrations begin with 'anna seva'

Anant Radhika Wedding Anant Ambani, Radhika Merchant's pre-wedding celebrations begin with 'anna seva'

News Continuous Bureau | Mumbai 

Anant Radhika Wedding: દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની તૈયારીઓ મહિનાઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે તેમના નાના પુત્ર અનંત અંબાણી ( Anant Ambani ) અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. લગ્નના થોડા દિવસો પહેલા પ્રિ-વેડિંગ ફંક્શનનું જોરશોરથી આયોજન કરવામાં આવી રહ્યું છે, જે જામનગર ( Jamnagar ) માં 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલુ રહેશે. આ પહેલા જામનગરમાં જ અન્ન સેવા ( Anna seva ) નું આયોજન કરવામાં આવ્યું હતું. રાધિકા અને અનંતે દરેકને પોતાના હાથે ભોજન પીરસ્યું અને આ દરમિયાન ગ્રામજનો સાથે વાતચીત પણ કરી.

Join Our WhatsApp Community

 ગામની મહિલાઓએ અનંત અને રાધિકાને આશીર્વાદ રૂપે આપ્યા પૈસા 

આ દિવસોમાં રાધિકા મર્ચન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તાજેતરમાં જામનગરમાં યોજાયેલા અન્ન સેવાના પૂર્વ લગ્નોત્સવ દરમિયાન ગામલોકોને ખૂબ જ પ્રેમ અને આદર સાથે ભોજન પીરસતી જોવા મળે છે. સાથે જ ગામના લોકો અનંત અને રાધિકાને મળ્યા હતા અને એમને આશીર્વાદ આપ્યા હતા.  આ સમયનો પણ એક વીડીયો વાયરલ થયો છે જેમાં ગામની મહિલાઓ અનંત અને રાધિકાને આશીર્વાદ રૂપે પૈસા આપે છે અને અનંત અંબાણી સ્મિત સાથે એના આશીર્વાદ લેતા પૈસાનો સ્વીકાર કરે છે. 

જુઓ વિડીયો 

રાધિકા એ શાલ, ફૂલ અને ભેટ સ્વીકારી 

દરમિયાન રાધિકાના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં તે મધુર સ્મિત કરતી જોવા મળે છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં રાધિકા ખૂબ જ સાદગી અને પ્રેમથી લોકો દ્વારા આપવામાં આવેલી શાલ, ફૂલ અને ભેટ સ્વીકારતી જોવા મળે છે. વીડિયોમાં તે વારંવાર લોકોને હાથ જોડીને પ્રેમથી અભિવાદન કરે છે. ગામની સ્ત્રીઓ પણ તેને આશીર્વાદ આપે છે. આ કારણે લોકો તેના વર્તનની ચર્ચા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આટલા પૈસા હોવા છતાં તેને જરાય અભિમાન નથી.

આ સમાચાર પણ વાંચો : Muft Bijli Yojana : એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સ્થાપિત કરવા માટે મુફ્ત બિજલી યોજનાને મંજૂરી આપી

 51 હજાર સ્થાનિક લોકોને ભોજન પીરસવામાં આવશે

રાધિકા સાથે અનંત પણ જય શ્રી કૃષ્ણ બોલતા લોકોને ભોજન પીરસતા જોવા મળે છે. આ વીડિયો જોઈને લોકો હવે કહેવા લાગ્યા છે કે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા ખૂબ સંસ્કારી છે. અંબાણી પરિવાર દ્વારા ચલાવવામાં આવેલ આ અન્ન સેવામાં 51 હજાર સ્થાનિક લોકોને ભોજન પીરસવામાં આવશે. આ ઘણા દિવસો સુધી ચાલુ રહેશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Saurabh Shukla Barfi: મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા સૌરભ શુક્લા, રણબીર સાથેની મુલાકાતે આ રીતે બદલ્યું તેમનું નસીબ
Sridevi Fan Story: અનોખો પ્રેમ! આ ડાયરેક્ટરે શ્રીદેવી માટે હોસ્ટેલમાં જ બનાવ્યો આખો રૂમ, ફિલ્મી દુનિયાનો ચોંકાવનારો કિસ્સો
Pranutan Bahl: નૂતનની પૌત્રી હોવા છતાં ન મળ્યો લાભ, પ્રનૂતન બહલે સ્ટારકિડ હોવા ને લઈને કહી આવી વાત
Filmfare 2025: બચ્ચન પરિવારની ફિલ્મફેરમાં હેટ્રિક, અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી લખી આવી વાત
Exit mobile version