News Continuous Bureau | Mumbai
Andhra Pradesh Election Results 2024 Lok Sabha Live: લોકસભા ચૂંટણીની સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. હાલમાં ટ્રેન્ડ આવી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં એનડીએ (ભાજપ, TDP અને જનસેના પાર્ટી) સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. વર્તમાન સીએમ જગન મોહન રેડ્ડીની YSRCPને ભારે નુકસાન થઈ રહ્યું છે.
TDP 16, YSRCP 4, ભાજપ 3 અને જનસેના પાર્ટી 2 પાર્ટી આગળ ચાલી રહી છે.
મહત્વનું છે કે YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના જગન મોહન રેડ્ડી 2019 થી આંધ્ર પ્રદેશમાં સત્તા પર છે. ગત વખતે જગન મોહને 175માંથી 151 બેઠકો પર એકતરફી જીત મેળવી હતી. રાજ્યમાં, ભાજપે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટી (જેએસપી) સાથે ગઠબંધન કર્યું છે.
