Site icon

Andhra Pradesh Train Accident : આંધ્રપ્રદેશ રેલવે દુર્ઘટના માનવસર્જિત ભૂલનું પરિણામ! વિપક્ષ કેન્દ્ર સરકાર સામે લાલઘૂમ, મૃતકાંક 13, આટલાથી વધુ ઘાયલ.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં..

Andhra Pradesh Train Accident : આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો અથડાઈ હતી, જેમાં મોતનો ગોઝારો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 11 લોકોના મોત અને 54થી વધુ ઘાયલ થયા છે….

Andhra Pradesh railway accident is the result of man-made error!

Andhra Pradesh railway accident is the result of man-made error!

News Continuous Bureau | Mumbai 

Andhra Pradesh Train Accident : આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો અથડાઈ (Train Accident) હતી, જેમાં મોતનો ગોઝારો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોત અને 54થી વધુ ઘાયલ થયા છે. એવામાં ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECOR) એ અકસ્માતના કારણો અંગે આશંકા વ્યક્ત કરી છે. ECoRનું કહેવું છે કે આ ટ્રેન દુર્ઘટના માનવીય ભૂલને કારણે થઈ છે. જણાવી દઈએ કે, આ અકસ્માતમાં લગભગ 54થી વધુ લોકો ઘાયલ થયા છે. દરમિયાન, દુર્ઘટના બાદ વિજિયાનગરમ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

Join Our WhatsApp Community

હવે વાત એમ છે કે મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજીત સાહુએ કહ્યું, “વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હતું. જેના કારણે બંને ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. સાથે જ ઓવરશૂટીંગ શબ્દને સમજાવતા, મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે જ્યારે ટ્રેન લાલ સિગ્નલ પર રોકવાને બદલે આગળ વધી જાય છે ત્યારે આવું થાય છે.

PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય જાહેર..

અન્ય રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર 08532)ના બે પાછળના કોચ અને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504)ના લોકો કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બે ટ્રેનો વચ્ચે ટક્કર બાદ ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી જતા અનેક મુસાફરો દબાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું.

આ મોટી દુર્ઘટનાને લઈને PM મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ રેલવે મંત્રી સાથે ફોનમાં વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી, સાથે જ PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય રાશિની પણ જાહેર કરી હતી.

આ દુર્ઘટના બાદ રેલવે મંત્રાલયે કેટલાક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. BSNL નંબર 08912746330, 08912744619 એરટેલ સિમ 8106053051, 8106053052 બીએસએનએલ સિમ 8500041670, 8500041671.

આ પ્રકારના ટ્રેન અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક: અરવિંદ કેજરીવાલ

એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે. તેમાં ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન વિપક્ષે આ અકસ્માતને લઈને સવાલો ઉઠાવ્યા છે.

અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું કે આંધ્રપ્રદેશમાં આ ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. તેઓ તેમના ઘરે પાછા ફરે. દેશમાં વારંવાર આવા ટ્રેન અકસ્માતોની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે.

કોંગ્રેસે(Congress) સોશિયલ મીડિયા પર લખ્યું કે આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર દુઃખદ છે. આ દુર્ઘટનામાં ઘાયલ થવાની સાથે અનેક લોકોના મોતના સમાચાર છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. એ કામના કરીએ છીએ કે ઘાયલો ઝડપથી સાજા થાય.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો છે કે રેલવે ક્યારે ઊંઘમાંથી બહાર આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં અવારનવાર આ પ્રકારના ટ્રેન અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે વધુ એક વિનાશક અકસ્માત, આ વખતે આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લામાં જેમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે સર્જાઈ દુર્ઘટના. ઓછામાં ઓછા 13ના મોત અને 25થી વધુ ઘવાયા. તેમણે આગળ કહ્યું કે વારંવાર આવી ઘટનાઓ બનવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિતોના પરિજનો સાથે મારી સંવેદના અને અમે તાત્કાલિક કાર્યવાહીની માગ કરીએ છીઅ. રેલવે ઊંઘમાંથી ક્યારે બહાર આવશે?

આ સમાચાર પણ વાંચો : Gujarat : વડાપ્રધાન મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version