Site icon

અનિલ દેશમુખે રોકડ રકમની 16 બૅગ પોતાના PAને આપવાનો સચિન વાઝેને આપ્યો હતો આદેશ : EDની ચાર્જશીટમાં થયો ચોંકાવનારો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે હાલ સસ્પેન્ડ પોલીસ અધિકારી  સચિન વાઝેને 16 બૅગ ભરીને લગભગ સાડાચાર કરોડ રૂપિયાની કૅશ પોતાના પર્સનલ આસિસ્ટન્ટ (PA)ને આપી દેવાનું કહ્યું હોવાનો ઉલ્લેખન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પોતાની ચાર્જશીટમાં કરી છે. એક વખત સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ બહાર તો એક વખત રાજભવનની બહાર તેમણે આ આદેશ આપ્યો હોવાનું ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે. હાલમાં જ ચાર્જશીટને કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. દેશમુખના આદેશ પર સચિન વાઝે શહેરના બાર માલિકો પાસેથી ગેરકાયદે રીતે આ પૈસાની ઉઘરાણી કરતો હોવાનું પણ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે. ઈડીએ ચાર્જશીટમાં અનિલ દેશમુખના  પ્રાઈવેટ સેક્રેટરી (એડિશનલ કલેકટર રેન્કના સરકારી ઓફિસર) સંજીવ પાલાંડે અને પર્સનલ આસિસટન્ટ કુંદન શિંદેનો પણ સમાવેશ કર્યો છે.

લવ મૅરેજને લગતો હાઈ કોર્ટનો મોટો ચુકાદો : માળા પહેરાવાથી લગ્ન નથી થતાં, કાયદા પ્રમાણે સાત ફેરા લેવા જરૂરી છે; જાણો વિગત

ED અનિલ દેશમુખની સાથે જ તેમના પરિવારની પણ તપાસ કરી રહી છે. એમાં તેમના નામ પર રહેલી કરોડોની સંપત્તિની પણ તપાસ કરી રહી છે. તેમના નામ પર અને પરિવારના નામ પર રહેલા એજ્યુકેશન ટ્રસ્ટ સહિત અનેક ટ્રસ્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદે રીતે બાર માલિકો પાસેથી મેળવેલી રકમ તેઓ વાયા અન્ય કંપનીઓનાં નામ પર કરાવતા હતા. આ કંપનીઓ મારફત પોતાની માલિકીના ટ્રસ્ટમાં ડૉનેશનના માધ્યમથી કરોડો રૂપિયા પાછા મેળવતા. અનિલ દેશમુખ લાંબા સમયથી EDના સમન્સથી દૂર ભાગી રહ્યા છે. તપાસ માટે બોલાવ્યા બાદ પણ તેઓ હાજર થયા નથી. ED તેમને શોધી રહી છે, પણ તેઓ હાથ લાગી નથી રહ્યા.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version