ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડની વસૂલીના આરોપમાં સીબીઆઈ દ્વારા તેમના વકીલની ધરપકડ કરવામાં આવી છે.
વકીલને દિલ્હી લાવવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસ બે લોકોની ધરપકડ કરી ચુકી છે.
તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમના પર મહત્વના દસ્તાવેજો લીક કરવાનો આરોપ છે.
વકીલ અનિલ દેશમુખ માટે કામ કરતા હોવાનુ સીબીઆઈનુ કહેવુ છે.
દરમિયાન 100 કરોડ રૂપિયાની વસૂલીના મામલામાં સીબીઆઈ દ્વારા પોતાના જ એક સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવમાં આવી છે.
એવો આરોપ છે કે, આ અધિકારી દ્વારા દેશમુખ સામેની તપાસને પ્રભાવિત કરવા માટે લાંચ માંગવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ વસૂલી કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે, દેશમુખે મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વાજેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી માટે કહ્યુ હતુ. જેના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
KYC નિયમોના ઉલ્લંઘન પર RBI સખ્ત, આ બેન્ક પર ફટકાર્યો 25 લાખ રૂપિયાનો દંડ: જાણો વિગતે