Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સદન કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છગન ભુજબળનું ટેન્શન ફરી વધ્યુ, આ મહિલાએ દોડ મૂકી હાઈ કોર્ટમાં. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર. 

કથિત મહારાષ્ટ્ર સદન કૌભાંડ કેસમાં મંત્રી છગન ભુજબળની માથાનો દુખાવો ફરી એકવાર વધશે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની સ્પેશિયલ કોર્ટે આ કેસમાં છગન ભુજબળ, તેમના પરિવાર અને ઉદ્યોગપતિ ચમનકરને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે સામાજિક કાર્યકર અંજલી દમણિયાએ હવે આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. મહારાષ્ટ્ર સદન કૌભાંડ કેસમાં અંજલિ દમણિયાની જાહેર હિતની અરજી બાદ સ્પેશિયલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર અંજલી દમણિયા છગન ભુજબળને કોર્ટમાં લઈ ગયા છે.

 અંજલિ દમણિયાએ પણ આ મામલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી કે સ્પેશિયલ કોર્ટે છગન ભુજબળને નિર્દોષ જાહેર કર્યા બાદ ACB એ હાઈકોર્ટમાં જવું જોઈતું હતું. પણ એવું કંઈ થયું નહીં. ACB કોઈ હિલચાલ કરતી ન હોવાથી જાતે જ હાઈકોર્ટમાં જવાનું નક્કી કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.

નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન પુનઃનિર્માણ પ્રોજેક્ટમાં કૌભાંડ થયું હોવાના અને તત્કાલીન જાહેર બાંધકામ મંત્રી છગન ભુજબળ અને તેમના પરિવારને પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર પાસેથી વળતર તરીકે રૂ. 13 કરોડ 50 લાખ મળ્યા હોવાના કોઈ પુરાવા નથી. તે જ સમયે, ભુજબળને પ્રત્યક્ષ કે આડકતરી રીતે ચુકવણી કરવામાં આવી હોવાના કોઈ વિશ્વાસપાત્ર પુરાવા નથી એવો કોર્ટે તેના 107 પાનાના ચુકાદામાં અવલોકન કર્યું હતું.

આમ આદમી પાર્ટીના તત્કાલિન નેતા અંજલિ દમણિયાની ફરિયાદ પર મુંબઈ હાઈકોર્ટે તપાસના નિર્દેશ આપ્યા બાદ ACB એ ભુજબળ પરિવાર સાથે પ્રોજેક્ટ ચલાવતા ચમનકર એન્ટરપ્રાઈઝના ડિરેક્ટરો વિરુદ્ધ FIR નોંધી હતી. જોકે એમની સામે કોઈ પુરાવા ન હોવાનું કહીને ભુજબળ પરિવાર સહિત અન્ય આરોપીઓએ આરોપમાંથી મુક્તિ માટે અરજી કરી હતી. સુનાવણીના અંતે. એચ. એસ. સાતભાઈએ નવ સપ્ટેમ્બર 2021ના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

વડાપ્રધાન મોદી સાથેની આજની સમીક્ષા બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભાગ લેશે નહીં, આ બે મંત્રીઓ હાજર રહેશે; આ છે કારણ 

ચમનકર કંપનીને અંધેરી RTOની જમીન પર ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસની મંજૂરી આપતી વખતે, રાજ્ય સરકારે કંપનીને મહારાષ્ટ્ર સદનના પુનઃનિર્માણ અને મલબાર હિલ ખાતે આરામગૃહના બાંધકામ માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ અંગે કોઈ ટેન્ડર કરવામાં આવ્યું ન હતું. ચમનકર કંપનીએ પાછળથી અન્ય કંપની સાથે કરાર કર્યો અને તે કંપનીને વિકાસ અધિકારો વેચી દીધા. રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ કોન્ટ્રાક્ટર કંપનીને 20% નફો મળવાની અપેક્ષા હતી જ્યારે ચમનકર કંપનીને 80% નફો મળ્યો હતો. પરિણામે, કંપનીએ રૂ. 190 કરોડનો નફો કર્યો હતો, જેમાંથી રૂ. 13 કરોડ 50 લાખ કંપનીએ ભુજબળ પરિવારને આપ્યા હતા, એવો ACBએ આક્ષેપ કર્યો હતો.

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version