ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે રાજ્યના તમામ મંદિરો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
સમાજ સેવક અન્ના હજારે દ્વારા મહારાષ્ટ્ર સરકારને આ નિર્ણય અંગે સીધો સવાલ કરવામાં આવ્યો કે બાર ખુલી શકે તો મંદિરો કેમ નથી ખુલતા.
સાથેજ તેમણે આ મુદ્દે લોકોને અપીલ કરી છે જો સરકાર આગામી 10 દિવસમાં મંદિરો ખોલવા અંગે નિર્ણય ન કરે તો આંદોલન કરો. હું તમારી સાથે છું
અન્ના હજારે આવું નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોરોના મહામારીની ત્રીજી લહેરને લઈને મહારાષ્ટ્ર સરકારને પત્ર લખ્યો છે.
જે પત્રમાં સરકાર ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીના કાર્યક્રમો મનાવાની પરવાનગી ન આપે તેવું કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થઈ શકે છે મેઘમહેર; જાણો વિગતે
