ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
નાગરિકતા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનકારીઓની સામે વસૂલી નોટિસ મામલે સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે.
SCએ યુપી સરકારને ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, એન્ટી-CAA પ્રદર્શનકારીઓ સામે તેમણે કાઢેલી નોટિસ પરત લે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ચેતવણી આપતાં કહ્યું કે, જો નોટિસ પરત લેવામાં નહીં આવે તો તે કાર્યવાહીને ફગાવી દે, કેમ કે તે કાયદાની વિરુદ્ધમાં છે.
હવે આ મામલે આગામી સુનાવણી 18 ફેબ્રુઆરીએ થશે.
