Site icon News Continuous Bureau | Mumbai

APEDA : બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

APEDA : નિકાસ કરવા ઈચ્છુક ખેડૂતો APEDAની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી શકશે

APEDA : Registration is mandatory for export of horticultural

APEDA : બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

News Continuous Bureau | Mumbai

સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ખેતરમાંથી ઉત્પાદિત થયેલ ગુણવત્તાસભર બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ કરવાં ઈચ્છતા હોય તો તેઓએ એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ ફુડ પ્રોડકટસ એક્ષ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(Agriculture and Processed Food Products Export Development Authority of India)ની (APEDA) વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી મારફતે રજિસ્ટ્રેશન કરી શકાશે. ઈચ્છુક ખેડુતોએ નિયત નમુનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૮-અ, ૭ અને ૧૨, આધાર કાર્ડ, ફાર્મનો કાચો નકશો અને ફાર્મ ડાયરી સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરત, ‘બાગાયત ભવન’ ઓલપાડી મોહલ્લો, અઠવાલાઈન્સ, ખાતે સંપર્ક સાધવો. જ્યાં ફોર્મ મેળવી તથા ભરીને આપી શકાશે. વધુ માહિતી માટે આ કચેરીના ફોન નં: ૦૨૬૧-૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી-સુરતની યાદીમાં જણાવાયું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Archana Patel : સંસ્કૃત વિષયમાં વેદો-પુરાણોના અધ્યયન વિષય પર Ph.D કરનાર ભરૂચના અર્ચના પટેલને શિક્ષણ રાજ્યમંત્રીના હસ્તે પદવી એનાયત

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version