ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કિસાન પથના આઉટર રિંગ રોડ પર એક મોટી દુર્ઘટના ઘટી છે.
આ ઘટના માતી પોલીસ ચોકીના બબૂરી ગામ પાસે બની છે. ગાયને બચાવવા જતાં બસની ટક્કર ટ્રક સાથે થઈ હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.
ટ્રક સાથે બસની ટક્કર થતાં અંદાજે 12 લોકોના કરુણ મોત નિપજ્યા છે તો 32 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકોએ દોડી જઈ રાહત-બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘાયલ થયેલા લોકો ગોંડા, બહરાઈચ અને બારાબંકીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થવા પામી નથી.
કોરોનાએ મુંબઈમાં ફરી માથું ઊંચક્યું, અંધેરી સહિત આટલા ઠેકાણે વધ્યા કોરોનાના કેસ; જાણો વિગત