ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
ગુજરાત માં કોરોના વાયરસના સૌથી વધુ કેસો સુરત જિલ્લામાં સામે આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવાના ઉપાયો અને તેની તૈયારીનું અવલોકન કરવા આજ રોજ સીએમ રૂપાણી સુરત પહોચ્યા હતા. જ્યાર બાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું હતું કે, 100 કરોડનાં ખર્ચે 2 કોવિડ હોસ્પિટલ બનશે. સુરતમાં 100થી વધારે ધન્વંતરી રથ 500 જગ્યાઓએ ફરશે. ડાયમંડ ફેક્ટરીઓ અને ટેક્સટાઈલ ઉદ્યોગો ફરી શરૂ કરવા બાબતે જલ્દી જ નિયમો બનાવી નિર્ણય લવાશે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતાં કારખાનાં બંધ કરવાની ચીમકી પણ સીએમ રૂપાણીએ ઉચ્ચારી હતી.
સીએમ રૂપાણીએ સુરત માટે 200 વેન્ટિલેટર ફાળવ્યા છે. કહ્યું કે, પહેલાં દિવસથી રાજ્ય સરકાર સુરતની ચિંતા કરે છે. ધન્વંતરી રથનો પ્રયોગ અમદાવાદમાં સફળ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી સુરતના અધિકારી સાથે આ બાબતે ચર્ચા પણ કરી છે.
સુરતની મુલાકાત બાદ CM રૂપાણીએ કરેલી મહત્વની જાહેરાત
• રૂ.100નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાશે
• કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે.
• સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે.
• સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાશે.
• રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા કરાશે
• સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે.
• ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં લેવાશે નિર્ણય….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
