News Continuous Bureau | Mumbai
Gujarat Coastal Clean Up: ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રેને ચરિતાર્થ કરવા રાજ્યમાં ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યના ૧૩ જેટલા દરિયાકાંઠા ઉપર યોજાયેલ આ અભિયાન હેઠળ ૧૨,૧૦૪ કિ.લો. ઘન કચરો એકત્ર કરીને આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત દરિયાકાંઠે વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે બાળકોમાં લોકજાગૃતિ કેળવાય તે આશયથી ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમ ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાની યાદીમાં જણાવાયું હતું.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, સુરતના ડુમસ અને સુવાલી બીચ ઉપર યોજાયેલ સફાઇ અભિયાનમાં ( Coastal Clean Up ) વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ, ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઇ, વન વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિત ૬૫૦ નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમ બાદ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બાળકોને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું. ભાવનગરના હાથબ અને કુડા બીચ સુધીના સફાઇ અભિયાનમાં ૫૦૦થી વધુ નાગરિકોએ સહભાગી બની નાગરિકોએ શ્રમદાન કર્યું હતું.
Joined the Clean Coast, Safe Sea cleanliness drive on the occasion of Birthday of Hon’ble PM Shri @narendramodi ji at Dumas Beach, Surat.
The Coastal Clean-Up Campaign an initiative by Gujarat Environment Management Institute ( GEMI) & Gujarat Pollution Control Board ( GPCB ) on… pic.twitter.com/IFkAehm47W
— Mukesh Patel (@mukeshpatelmla) September 21, 2024
GEMI, GPCB અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથબ બીચ, કુડા, ડુમસ, સુવાલી, તિથલ, દ્રારકા, વેરાવળ ચોપાટી અને પોરબંદર ચોપાટી. ઉપરાંત માંડવી, દાંડી, નરારા, માધવપુર, સોમનાથ તેમજ પિંગલેશ્વરના બીચ જેવા ગુજરાતના ( Gujarat ) ૧૩ દરિયા કિનારા ઉપર યોજાયેલ આ અભિયાનમાં સ્થાનિક વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ-શિક્ષકો, ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Gujarat Tourism: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, ગત વર્ષ ૨૦૨૩-૨૪માં આટલા કરોડથી વધુ મુસાફરો રાજ્યના બન્યા મહેમાન.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં વિશ્વના વિવિધ ભાગોમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે’નું ( International Coastal Cleanup Day ) આયોજન કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન અપ ડેની ( clean-up campaign ) ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ કિનારા ( Gujarat Beaches ) પર કચરાથી થતી પર્યાવરણને હાનિકારક અસરોને ઘટાડવાનો તેમજ દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે સ્વચ્છ સમુદ્રના મહત્વ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવાનો છે, તેમ ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાની યાદીમાં વધુમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
