Site icon

Assam Muslim Marriage Act : આસામ સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાનો કાયદો રદ્દ કરાયો.. જાણો વિગતે…

Assam Muslim Marriage Act : 1935માં અમલમાં આવેલ આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટને હવે રદ કરવામાં આવ્યો છે. આસામ રિપીલ બિલ 2024 વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે.

Assam Muslim Marriage Act Muslim Marriage and Divorce Registration Act repealed in Assam, now a new one will be implemented

Assam Muslim Marriage Act Muslim Marriage and Divorce Registration Act repealed in Assam, now a new one will be implemented

News Continuous Bureau | Mumbai

Assam Muslim Marriage Act : આસામ સરકારે ( Assam Government ) હવે એક મોટો નિર્ણય લીધો છે. મુસ્લિમ લગ્ન અધિનિયમ તથા છૂટાછેડા નોંધણી અધિનિયમ અને નિયમો 1935 હવે રદ કરવામાં આવ્યા છે. આ અંગે આસામના મુખ્યમંત્રી સરમાએ માહિતી આપી હતી કે આ કાયદાને નાબૂદ કરવાનો હેતુ લિંગ ન્યાયને પ્રોત્સાહન આપવા અને બાળ લગ્નને રોકવાનો છે. 

Join Our WhatsApp Community

આ નિર્ણય અંગે સરમાએ નિવેદન આપતા કહ્યું હતું કે, આસામ મુસ્લિમ મેરેજ ( Muslim Marriage ) એક્ટ હેઠળ બાળ લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. અમે આનો અંત લાવ્યો છે અને વટહુકમ લાવ્યા. હવે અમે આ વટહુકમને બિલ બનાવીશું અને એક નવો કાયદો આવશે જેમાં સરકારી કચેરીઓમાં 18 થી 21 વર્ષની વય વચ્ચેના મુસ્લિમ લગ્નની નોંધણી જરૂરી રહેશે.

Assam Muslim Marriage Act : જો 80 ટકા બાળ લગ્નો લઘુમતી સમુદાયમાં થાય છે, તો 20 ટકા બહુમતી સમુદાયમાં થાય છે….

જો 80 ટકા બાળ લગ્નો લઘુમતી સમુદાયમાં થાય છે, તો 20 ટકા બહુમતી સમુદાયમાં થાય છે. હું બાળ લગ્નને ધાર્મિક દૃષ્ટિકોણથી જોતો નથી. અમે લિંગ ન્યાય હાંસલ કરવા અને બાળ લગ્ન ઘટાડવાનો હાલ પ્રયત્ન કરીએ છીએ. આસામાં હવે બાળ લગ્ન નાબૂદીની આરે જ છે.

આ સમાચાર પણ વાંચો  :  US Elections 2024: જો બિડેન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે, હવે કમલા હેરિસ બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીની ઉમેદવાર.. જાણો વિગતે..

મુખ્યમંત્રી સરમાએ એમ પણ કહ્યું કે, અમે બાળ લગ્ન સામે વધારાના સુરક્ષા પગલાં લઈને અમારી દીકરીઓ અને બહેનોને ન્યાય મળે તે માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આજે આસામ કેબિનેટની બેઠકમાં અમે આસામ રિપીલિંગ બિલ 2024 દ્વારા મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી શર્માએ આ અંગે આગળ જણાવ્યું હતું કે, આ કાયદાનો હેતુ આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ ( Muslim Marriage and Divorce Act ) ,  1935 અને આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી નિયમો, 1935ને રદ કરવાનો છે. આસામ કેબિનેટે એ પણ નિર્દેશ આપ્યો છે કે રાજ્યમાં મુસ્લિમ લગ્નની નોંધણી માટે કાયદો લાવવામાં આવશે અને આ મુદ્દે વિધાનસભામાં પણ ચર્ચા કરવામાં આવશે.

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version