ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
આસામ રાઇફલ ની સર્ચિપ બટાલિયન ઓફ સેક્ટર 23 ટીમે મ્યાનમાર બોર્ડર પર થી ૧૨૦ જેટલી બેગ ઝડપી છે. જેમાં મનુષ્યના વાળ નો મોટો જથ્થો ભરેલો હતો.બે અલગ અલગ ટ્રકમાં જતી આ 120 બેગમાં અંદાજે 50 કિલો વાળનો જથ્થો હતો. પચાસ કિલો વાળના જથ્થાની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા જેટલી થાય છે. એટલે કે એક કીલો વાળ ની કિંમત 30000 રૂપિયા થાય.
આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર માંથી આ વાળની દાણચોરી થઈ રહી હતી. દાણચોરો મ્યાનમાર બોર્ડર થી થાઈલેન્ડ અને ત્યાંથી આ વાળનો જથ્થો ચીન લઈ જવાના હતા. જ્યાં આ વાળની વિગ બનાવીને વેચવાનો મોટા પાયે વેપાર ચાલે છે,અને આ જ વાળની વિગ ચીન દ્વારા દુનિયાના ઘણા દેશો મોકલવામાં આવે છે.
શ્રદ્ધા નામે વાળ આપતી વખતે તમને ખબર પણ હોય છે કે આ વાળનું આગળ જતા શું થાય છે??
