Site icon

દિલ્હી-NCRમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદ, હવાઇ સેવા ખોરવાઈ.. આટલી ફ્લાઈટને કરાઈ ડાયવર્ટ..  

 News Continuous Bureau | Mumbai

રાજધાની દિલ્હી(Delhi) અને NCRમાં આજે હવામાન(weather)નો મિજાજ બદલાયો છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. જો કે, દિલ્હીમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ(rain)ને કારણે રાજધાનીના ઘણા ભાગોમાં ભારે નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે અનેક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર થંભી ગયો છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆર(Delhi-NCR)માં હવામાનમાં બદલાવને કારણે, ઘણી ફ્લાઇટ્સ(flights) જયપુર અને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.  

Join Our WhatsApp Community

દિલ્હી એરપોર્ટ(Delhi airport)ની વેબસાઇટ અનુસાર ખરાબ હવામાન અને સંબંધિત કારણોસર સવારની ફ્લાઈટમાં મુસાફરી કરતા સેંકડો મુસાફરોને અસર થઈ છે. દિલ્હી(Delhi)થી ઉપડતી ફ્લાઈટ્સ રી શેડ્યૂલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તોફાન અને ભારે વરસાદને કારણે દિલ્હીની લગભગ 19 ફ્લાઈટને જયપુર, લખનઉ, ઈન્દોર, અમૃતસર અને મુંબઈ તરફ ડાયવર્ટ(flight divert) કરવામાં આવી છે, જ્યારે બે ફ્લાઈટ્સ રદ્દ(flight cancel) કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  ના હોય! કોવિડ મહામારીએ દર 30 કલાકે એક નવો અબજોપતિ બનાવ્યો… ઓક્ઝમનો ચોંકાવનારો અહેવાલ… જાણો વિગતે.

દિલ્હી એરપોર્ટે ટ્વીટ કરીને કહ્યું કે, મુસાફરોને તેમની ફ્લાઇટ સંબંધિત અપડેટ્સ માટે સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. સાથે જ એરપોર્ટ ઓથોરિટી(Airport authority)એ મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા સંબંધિત એરલાઈન્સ(airlines) પાસેથી તેમની ફ્લાઈટ(flight)ની માહિતી મેળવવા જણાવ્યું છે, જેથી મુસાફરો(passenger)ને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version